Tokyo Olympics: સાંજે યોજાશે ઓપનિંગ સેરેમની, 11 હજાર ખેલાડીઓ લેશે ભાગ, 119 ભારતીય ખેલાડીઓ મેદાને ઉતરશે
ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં 205 દેશોના 11 હજાર એથલીટ ભાગ લઇ રહ્યા છે. ટોક્યો ઓલમ્પિક 23 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. આગામી 17 દિવસમાં ટોક્યો ઓલમ્પિક માં 339 ઇવેન્ટ જોવા મળશે.
નવી દિલ્હી: Tokyo Olympics 2020: જાપાન (Japan) ની રાજધાની ટોક્યો ((Tokyo) માં આજથી ઓલમ્પિક રમતોનો આગાઝ થઇ ગયો છે. આર્ચરી ઇવેંટના રેકિંગ રાઉન્ડ દ્વારા ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થઇ છે. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ની ઓપનિંગ સેરેમની જોકે સાંજે થશે. ભારતીય સમયાનુસાર ઓપનિંગ સેરેમનીની શરૂઆત સાંજે 4.30 વાગ્યાથી થશે.
કોરોના વાયરસ (Coronavirus) મહામારીના લીધે ઓપનિંગ સેરેમનીનું આયોજન કયા પ્રકારે થશે તેના વિશે વધુ જાણકારી સામે આવી નથી. ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) સાથે જોડાયેલા બધા પ્રશ્નોના જવાબ ઓપનિંગ સેરેમની બાદ જ મળશે. કોવિડ 19 ના કહેરને જોતાં દરેક દેશ તરફથી ઓછા ખેલાડે અને સ્ટાફ જ ઓપનિંગ સેરેમનીમાં ભાગ લઇ શકશે.
Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી
ભારત ઓલમ્પિક મહાસંઘએ પણ કોવિડ 19ના કહેરને જોતાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં 24 સભ્ય ભાગ લેશે જેમાં 18 ખેલાડી અને 6 સ્ટાફ મેમ્બર્સને રાખવામાં આવ્યા છે. પહેલાં અને બીજા જે ખેલાડીઓને ઇવેન્ટમાં ભાગ લેવાનો છે તેમને ઓપનિંગ સેરેમનીથી દૂર રાખવામાં આવ્યા છે. મનિકા બત્રા અને શરત કમલની જોડી ઓપનિંગ સેરેમનીનો ભાગ નહી હોય.
TOKYO OLYMPICS: અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો
ભારતના આ ખેલાડી ઉદ્ઘાટન સમારોહમાં થશે સામેલ
ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં વધુમાં વધુ 28 ખેલાડી અને અધિકારી સામેલ થશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ ગુરૂવારે આ જાણકારી આપી છે. બત્રા પ્રમાણે 23 જુલાઈએ થનારા ઉદ્ઘાટન સમારોહમાં હોકીમાંથી 1, બોક્સિંગમાંથી 8, ટેબલ ટેનિસમાંથી 4, રોવિંગમાંથી 2, જિમનાસ્ટિકમાંથી 1, સ્વીમિંગ 1, નૌકાયન 4, તલવારબાજીમાંથી 1 ખેલાડી હશે જ્યારે 6 અધિકારીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ તો હોકી ખેલાડી ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે નહીં પરંતુ પુરૂષ ટીમનો કેપ્ટન મનપ્રીત સિંહ ધ્વજવાહક છે, જેથી તે ભાગ લેશે.
ભારતના 119 ખેલાડી મેદાને
ભારત (India) તરફથી ઓલમ્પિક રમતો (Olympics Games) ના ઇતિહાસમાં સૌથી મોટું દળ ભાગ લઇ રહ્યું છે. 119 ખેલાડીઓ ભારતને મેડલ અપાવવા માટે ટોક્યો પહોંચ્યા છે. આ પહેલાં રિયો ઓલમ્પિક (Rio Games) માં ભારત તરફથી 118 ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા. ભારતને બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ, હોકી, રેસલિંગ અને જેવલીન થ્રોમાં મેડલની આશા છે.
Tokyo Olympics: દીપિકા કુમારી મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં 9માં સ્થાને
આ સાથે જ ભારત રિયો ઓલમ્પિક (Rio Olympics) ના નિરાશાજનક પ્રદર્શનમાંથી બહાર આવવા માંગે છે. 2012 માં ઓલમ્પિકમાં રેકોર્ડ 6 મેડલ પ્રાપ્ત કર્યા બાદ ભારતને રિયો ઓલમ્પિકમાં ફક્ત બે મેડલ જ મળ્યા.
ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં 205 દેશોના 11 હજાર એથલીટ ભાગ લઇ રહ્યા છે. ટોક્યો ઓલમ્પિક 23 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી ચાલશે. આગામી 17 દિવસમાં ટોક્યો ઓલમ્પિક માં 339 ઇવેન્ટ જોવા મળશે.
કોરોના વાયરસ (Coronavirus) ના લીધે ખેલાડીઓ માટે ઓલમ્પિક રમતોની માર્ગ સરળ નથી. 22 જુલાઇના રોજ ટોક્યોમાં કોરોના વાયરસના રેકોર્ડ 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એટલું જ નહી રમત ગામમાં પણ કોરોના વાયર્સના કેટલાક કેસ મળી આવ્યા છે. કોરોના વાયરસના ખતરાને જોતાં ખેલાડીઓને દરરોજ કોવિડ 19 (Covid 19) માંથી પસાર થવું પડશે. કોવિડ 19 રિપોર્ટ (Covid 19 Report) નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી ઇવેન્ટમાં ભાગ લઇ શકે છે.
ક્યારે થશે ઉદ્ઘાટન સમારોહ?
ટોક્યો ઓલિમ્પિક 2020નો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર 23 જુલાઈ 2021ના ભારતીય સમયાનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે. આ ગેમ્સનો સમાપન સમારોહ 8 ઓગસ્ટે થશે.
કઈ જગ્યાએ થશે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ?
ટોક્યો ઓલિમ્પિક 2020નો કાર્યક્રમ અને ઓપનિંગ સેરેમની જાપાનના શહેર ટોક્યોના નવનિર્મિત નેશનલ સ્ટેડિયમમાં થશે.
ક્યાં જોઈ શકશો સમારોહનું લાઇવ પ્રસારણ?
ટોક્યો ઓલિમ્પિક 2020નું લાઇવ પ્રસારણ દૂરદર્શન અને ડીડી સ્પોર્ટસ પર જોઈ શકાશે. આ સિવાય Sony સ્પોર્ટ્સ નેટવર્ક (Sony TEN 1, Sony TEN 2, Sony TEN 3) પર પણ લાઇવ જોઈ શકાશે.
સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોશો?
ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહને SonyLiv પર ઓનલાઇન જોઈ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube