Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે.

Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી

નવી દિલ્લીઃ ટોક્યો  ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે. ટોક્યો  ઓલિમ્પિક ગેમ્સ  શરૂ થવામાં 1 દિવસ બાકી છે. એવામાં ભારતીય એથ્લેટ્સની ટીમ ટોક્યો પહોંચી ગઈ છે. આ વખતે ભારતના 127 ખેલાડીઓેએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. 2016 રિયો ઓલિમ્પિકમાં દેશના 117 ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું હતું. ભારત આ વર્ષે પોતાની ઓલિમ્પિક ભાગીદારીના 100મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 23 જુલાઈથી શરૂ થનારા આ મહાકુંભમાં ભારતીય એથ્લેટ્સનો શેડ્યૂલ આવી ગયો છે.

તીરંદાજીનો શેડ્યૂલ:
22 જુલાઈ
સવારે 5:30 કલાકે: મહિલા વ્યક્તિગત યોગ્યતા રાઉન્ડ (દીપિકા કુમારી)
સવારે 9:30 કલાકે: પુરુષ વ્યક્તિગત યોગ્યતા રાઉન્ડ (અતનુ દાસ, પ્રવીણ જાધવ, તરુણદીપ રાય)

24 જુલાઈ
સવારે 6:00 કલાકે: મિક્સ્ડ ટીમ એલિમિનેશન (અતનુ દાસ, દીપિકા કુમારી)

26 જુલાઈ
સવારે 6:00 કલાકે : મેન્સ ટીમ એલિમિનિશેન (અતનુ દાસ, પ્રવીણ જાધવ, તરુણદીપ રાય)

27 જુલાઈથી 31 જુલાઈ
સવારે 6:00 કલાકે: પુરુષ અને મહિલા વ્યક્તગિત એલિમિનેશન
બપોરે 1:00 કલાકે : મેડલ મેચ

એથ્લેટિક્સનો શેડ્યૂલ

30 જુલાઈ
સવારે 5:30 કલાકે: પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ હીટ (અવિનાશ સેબલ)
સવારે 7:25 કલાકે : પુરુષોની 400 મીટર હર્ડલ રેસ રાઉન્ડ 1 હીટ (એમબી ઝબિર)
સવારે 8:10 કલાકે : મહિલા 100 મીટર રાઉન્ડ 1 હીટ (દૂતી ચંદ)
સાંજે 4:30 કલાકે : મિશ્રિત 4 બાય 400 મીટર રિલે રાઉન્ડ 1 હીટ (એલેક્સ એન્ટની, સાર્થક ભાંબરી, રેવતી, વીરમણિ, સુભા વેંકટેશન)

31 જુલાઈ
સવારે 6:00 કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો (સીમા પુનિયા, કમલપ્રીત કૌર)
બપોરે 3:40 કલાકે : પુરુષોની લાંબી કૂદ (એમ શ્રીશંકર)
બપોરે 3:45 કલાકે : મહિલાઓની 400 મીટર સેમીફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 6:05 કલાકે : 4 બાય 400 મીટર રિલે ફાઈનલ (એલેક્સ એન્ટની, સાર્થક ભાંબરી, રેવતી, વીરમણિ, સુભા વેંકટેશન- જો ક્વોલિફાય થાય તો)

1 ઓગસ્ટ
સાંજે 5:00 કલાકે : પુરુષોની 400 મીટર હર્ડલ દોડ સેમીફાઈનલ ( એમપી ઝબિર- જો ક્વોલિફાય થાય તો)

2 ઓગસ્ટ -
સવારે 6:50 કલાકે : પુરુષોની લોંગ જમ્પ ફાઈનલ - (એમ શ્રીશંકર - જો ક્વોલિફાય કરે તો)
સવારે 7:00 કલાકે : મહિલા 200 મીટર રાઉન્ડ 1 હીટ (દૂતી ચંદ)
બપોરે 3:55 કલાકે : મહિલાઓની 200 મીટર સેમીફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 4:30 કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો ફાઈનલ (સીમા પુનિયા, કમલપ્રીત કૌર - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 5:45 કલાકે : પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઈનલ (અવિનાશ સેબલ- જો ક્વોલિફાય કરે તો)

3 ઓગસ્ટ
સવારે 5:50 કલાકે : મહિલા ભાલા ફેંક (અન્નૂ રાની)
સવારે 8:50 કલાકે : પુરુષ 400 મીટર હર્ડલ રેસની ફાઈનલ (એમપી ઝબિર - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 3:45 કલાકે : પુરુષો શોટ પુટ (તજિંદર સંહ તૂર)
સાંજે 6:20 કલાકે : મહિલા 200 મીટર ફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)

4 ઓગસ્ટ
સવારે 5:35 કલાકે : પુરુષ ભાલા ફેંક (નીરજ ચોપરા, શિવપાલ સિંહ)

5 ઓગસ્ટ
સવારે 7:35 કલાકે : મેન્સ શોટ પુટ ફાઈનલ (તજિંદર સિંહ તૂર - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 1: કલાકે : પુરુષ 20 કિમી રેસ વોક ફાઈનલ (કેટી ઈરફાન, સંદીપ કુમાર, રાહુલ રોહિલા)

6 ઓગસ્ટ
સવારે 2:00 કલાકે : પુરુષ 50 કિમી રેસ વોક ફાઈનલ (ગુરપ્રીત સિંહ)
બપોરે 1:00 કલાકે : મહિલા 20 કિમી રેસ વોક ફાઈનલ (ભાવના જાટ, પ્રિયંકા ગોસ્વામી)
સાંજે 4:55 કલાકે : પુરુષ 4 બાય 400 મીટર રિલે રાઉન્ડ 1 હીટ (અમોઝ જેકબ, અરોકિયા રાજીવ, નૂહ નિર્મલ ટોમ, મોહમ્મદ અનસ યાહિયા)
સવારે 5:20 કલાકે :  મહિલા ભાલા ફેક ફાઈનલ (અન્નૂ રાની - જો ક્વોલિફાય કરે તો)

7 ઓગસ્ટ
સાંજે 4:30 કલાકે : પુરુષ ભાલા ફેંક ફાઈનલ (નીરજ ચોપરા, શિવપાલ સિંહ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 6:20 કલાકે : પુરુષ 4 બાય 400 મીટર રિલે ફાઈનલ (અમોઝ જેકબ, અરોકિયા રાજીવ, નૂહ નિર્મલ ટોમ, મોહમ્મદ અનસ યાહિયા - જો ક્વોલિફાય કરે તો)

બેડમિન્ટનનો શેડ્યૂલ
24 જુલાઈ
સવારે 8:50 કલાકે : મેન્સ ડબલ્સ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ એ (સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી )
સવારે 9:30 કલાકે : પુરુષ એકલ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ ડી (સાઈ પ્રણીત)

25 જુલાઈ
સવારે 7:10 કલાકે : મહિલા એકલ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ જે (પીવી સિંધુ)

26 જુલાઈથી 29 જુલાઈ
સવારે 5:30 કલાકે : ગ્રૂપ સ્ટેજ મેચ (પીવી સિંધુ, સાઈ પ્રણીત, સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી)

29 જુલાઈ
સવારે 5:30 કલાકે : પુરુષ યુગલ ક્વાર્ટર ( સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)

30 જુલાઈ
સવારે 5:30 કલાકે: મહિલા એકલ ક્વાર્ટર ફાઈનલ (પીવી સિંધુ- જો ક્વોલિફાય થાય તો)
બપોરે 12:00 કલાકે : પુરુષ યુગલ સેમીફાઈનલ ( સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)

31 જુલાઈ
સવારે 5:30 કલાકે : પુરુષ એકલ ક્વાર્ટર ફાઈનલ (સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 2:30 કલાકે : મહિલા એકલ સેમીફાઈનલ (પીવી સિંધુ- જો ક્વોલિફાય થાય તો)
બપોરે 2: 30 કલાકે :  મેન્સ ડબલ્સ ફાઈનલ (સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)

1 ઓગસ્ટ
સવારે 9: 30 કલાકે :  પુરુષ એકલ સેમીફાઈનલ (સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 5: 00 કલાકે :  મહિલા એકલ ફાઈનલ (પીવી સિંધુ - જો ક્વોલિફાય કરે તો)

2 ઓગસ્ટ
4: 30 કલાકે :  પુરુષ એકલ સેમીફાઈનલ ( સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news