નવી દિલ્હીઃ Tokyo Olympics 2020 Live Streaming: ટોક્યો ઓલિમ્પિક 2020નો પ્રારંભ શુક્રવારથી થઈ જશે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 23 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહની સાથે થશે. કોવિડ-19 મહામારીને કારણે આ વખતે ઉદ્ઘાટન સમારોહમાં સીમિત ખેલાડી અને ઓફિશિયલ્સ ભાગ લેશે. આ વખતે જાપાનનું શહેર આ ગેમ્સની યજમાની કરી રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીનું દુનિયાભરમાં લાઇવ ટેલીકાસ્ટ અને સ્ટ્રીમિંગ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તમે કઈ જગ્યાએ આ લાઇવ ઓપનિંગ સેરેમની જોઈ શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે ઉદ્ઘાટન સમારોહ?
ટોક્યો ઓલિમ્પિક 2020નો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર 23 જુલાઈ 2021ના ભારતીય સમયાનુસાર સાંજે 4.30 કલાકે શરૂ થશે. આ ગેમ્સનો સમાપન સમારોહ 8 ઓગસ્ટે થશે. 


કઈ જગ્યાએ થશે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ?
ટોક્યો ઓલિમ્પિક 2020નો કાર્યક્રમ અને ઓપનિંગ સેરેમની જાપાનના શહેર ટોક્યોના નવનિર્મિત નેશનલ સ્ટેડિયમમાં થશે. 


ક્યાં જોઈ શકશો સમારોહનું લાઇવ પ્રસારણ?
ટોક્યો ઓલિમ્પિક 2020નું લાઇવ પ્રસારણ દૂરદર્શન અને ડીડી સ્પોર્ટસ પર જોઈ શકાશે. આ સિવાય Sony સ્પોર્ટ્સ નેટવર્ક (Sony TEN 1, Sony TEN 2, Sony TEN 3) પર પણ લાઇવ જોઈ શકાશે. 


સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોશો?
ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહને SonyLiv પર ઓનલાઇન જોઈ શકાશે. 


આ પણ વાંચોઃ Tokyo Olympics: સામે આવ્યો ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયારે મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી


આ ખેલાડી હશે ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક
ભારતે ટોક્યો ઓલિમ્પિક માટે પોતાનું અત્યાર સુધીનું સૌથી મોટુ દળ મોકલ્યું છે. 18 ગેમ્સના કુલ 127 એથલીટ આ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત ઓલિમ્પિક સંઘ જાહેરાત કરી છે કે છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક હશે. આ સિવાય રેસલર બજરંગ પૂનિયા ટોક્યો ઓલિમ્પિક 2020ના સમાપન સમારોહમાં ભારતનો ધ્વજ વાહક હશે. 


ભારતના આ ખેલાડી ઉદ્ઘાટન સમારોહમાં થશે સામેલ
ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં વધુમાં વધુ 28 ખેલાડી અને અધિકારી સામેલ થશે. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ ગુરૂવારે આ જાણકારી આપી છે. બત્રા પ્રમાણે 23 જુલાઈએ થનારા ઉદ્ઘાટન સમારોહમાં હોકીમાંથી 1, બોક્સિંગમાંથી 8, ટેબલ ટેનિસમાંથી 4, રોવિંગમાંથી 2, જિમનાસ્ટિકમાંથી 1, સ્વીમિંગ 1, નૌકાયન 4, તલવારબાજીમાંથી 1 ખેલાડી હશે જ્યારે 6 અધિકારીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ તો હોકી ખેલાડી ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે નહીં પરંતુ પુરૂષ ટીમનો કેપ્ટન મનપ્રીત સિંહ ધ્વજવાહક છે, જેથી તે ભાગ લેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube