નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત આજથી થઈ ગઈ છે. જો કે જણાવવાનું કે આજે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ટોકિયો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની પણ થવાની છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખતા આ સેરેમનીમાં ભારતના 18 ખેલાડીઓ જ સામેલ થશે. આજે તીરંદાજીનો રેન્કિંગ મુકાબલો થયો જેમાં ભારતની દીપિકા કુમારી 9માં સ્થાને રહી. હવે રાઉન્ડ ઓફ 64માં  ભૂટાનની કરમા સામે તેનો મુકાબલો થશે. રેન્કિંગ રાઉન્ડમાં દીપિકા ચોથી પોઝિશન સુધી આવી ગઈ હતી પરંતુ પછી નીચે સરકી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેન્કિંગ રાઉન્ડ
આ રેન્કિંગ રાઉન્ડ હતો. આ શું હોય છે તે સમજો. 12 સેટ પૂરા થયા બાદ તીરંદાજોને 1થી 64 સુધીની રેન્કિંગ મળે છે. ત્યારબાદ ટોપ રેન્કવાળાનો 64માં રેન્કવાળા સાથે મુકાબલો થશે. એ જ રીતે બીજા રેન્કવાળાનો 63માં સ્થાનવાળા ખેલાડી સાથે મુકાબલો થશે. હવે દીપિકા કુમારી 9માં નંબર પર છે એટલે રાઉન્ડ ઓફ 64માં ભૂટાનની કરમા સાથે તેનો મુકાબલો થશે. 


રેન્કિંગ રાઉન્ડને જોતા આ દીપિકાના પહેલા મુકાબલા કરતા સારું પ્રદર્શન છે. રિયો ઓલિમ્પિક 2016માં તે રેન્કિંગ રાઉન્ડમાં 20માં નંબરે હતી. રેન્કિંગ રાઉન્ડમાં પહેલા ત્રણ પોઝિશન પર કોરિયા રહ્યું. આન સાન (680) પહેલા નંબરે, જંગ મિન્હી (677) બીજા નંબરે અને કાંગ ઝી (675) ત્રીજા નંબરે આવી. 


12 સેટ બાદ દીપિકાનો સ્કોર
પહેલા હાફમાં સ્કોર 334
સેકન્ડ હાફમાં પહેલા સેટમાં 55, બીજા સેટમાં 53, ત્રીજા સેટમાં 56, ચોથા સેટમાં 58, પાંચમા સેટમાં 53 અને છઠ્ઠા તથા છેલ્લા સેટમાં 54. 


રેંકિંગ રાઉન્ડમાં તીરંદાજી 70 મીટરની દૂરીથી 72 તીરંદાજો નિશાન લગાવી રહ્યા હતા. દીપિકા કુમારને ટાર્ગેટ 47એ મળ્યું હતું. તેની પ્રતિસ્પર્ધી કેંગ ચેયંગ (કોરિયા) વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. કહેવાય છે કે તે પોતાનો પહેલો ગોલ્ડ જીતી શકે છે. 


ભારતનું આ વખતે સૌથી મોટુ એથલિટ દળ
ભારતના 119 એથલિટ અલગ અલગ ખેલોમાં ભાગ લેશે. ઓલિમ્પિકમાં આ ભારતનું સૌથી મોટું દળ છે. જેમાં 67 પુરુષો અને 52 મહિલાઓ છે. ભારતીય દળમાં 228 સભ્યો છે જેમાં અધિકારી, કોચ, સહયોગી સ્ટાફ અને વૈકલ્પિક ખેલાડીઓ સામેલ છે. ભારત કુલ 85 મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લેશે.