Tokyo Olympics 2020:બોક્સિંગમાં ભારતને મળી વધુ એક નિરાશા, સતીશ કુમારની ક્વાર્ટર ફાઇનલમાં હાર
બોક્સિંગમાં ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. સતીશ કુમાર (91 કિગ્રા ભાર વર્ગ) ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. તે ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવના સામે 0-5 થી હાર્યા છે.
ટોક્યો: Tokyo Olympics 2020 : ઓલમ્પિક રમતો (Olympics Games) ના 10મા દિવસે ભારત (India) પાસે એક મેડલ જીતવાની અને વધુ એક મેડલ પાક્કો કરવાની તક છે. પીવી સિંધુ પાસેથી ભારતને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ જીતવાની આશા છે. સતીશ કુમાર માટે આગળનો માર્ગ મુશ્કેલ લાગી રહ્યો છે. ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવ વિરૂદ્ધ ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં સતીશ કુમારે બીજા રાઉન્ડ પણ ગુમાવી દીધો છે. અહીંથી સતીશ કુમાર માટે વાપસીનો માર્ગ અશક્ય લાગી રહ્યો છે.
બોક્સિંગમાં ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. સતીશ કુમાર (91 કિગ્રા ભાર વર્ગ) ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. તે ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવના સામે 0-5 થી હાર્યા છે.
બોક્સિંગ: સતીશ કુમાર જીતી શકે છે મેડલ
બોક્સિંગ (Boxing) માં સતીશ કુમાર પાસે મેડલ જીતવાની તક છે. સતીશ કુમાર 91 કિલોગ્રામ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલ રમવા ઉતરશે. સતીશ કુમાર જો આજની મેચ જીતી જાય છે તો ભારત માટે વધુ એક મેડલ પાકો થઇ જશે. સતીશ કુમાર (Satish Kumar) ની મેચ સવારે 9:36 શરૂ થઇ જશે.
Weather Update: Delhi માં વાતાવરણ બન્યું રંગીન, આજે આવી રહેશે અન્ય રાજ્યોની સ્થિતિ
ઘોડેસવારી- ફવાદ મિર્ઝા રચી શકે છે ઇતિહાસ
ફવાદ મિર્ઝા અને તેમના ઘોડા 'સેગનુએચર મેડિકોટ' એ ઓલમ્પિક રમતોમાં ભાગ લઇ ઇતિહાસ રચી શકે છે. જોકે ફવાદ મિર્ઝા બે દાયદા બાદ ઓલમ્પિક રમતો (Olympics Games) માં ભાગ લેનાર ભારતના પહેલા ઘોડેસવાર છે. ફવાદ મિર્ઝા પાસે ભારતને ભવિષ્યમાં ઘણી આશા છે.
ટોક્યો ઓલમ્પિકમાં 1 ઓગસ્ટના રોજ ભારતના તમામ મુકાબલા (ભારતીય સમયાનુસાર)
1- ગોલ્ફ
અનિર્બાન લાહિડી અને ઉદયન માને, પુરૂષોના વ્યક્તિગત સ્ટ્રોક પ્લે, સવારે 4:15 વાગે.
2- બેડમિન્ટન
વુમેન્સ સિંગ્લસ બ્રોન્ઝ મેડલ મેચ પીવી સિંધુ vs હી બિંગ જિયાનો (ચીન), સાંજે 5:00 વાગે.
3- બોક્સિંગ
પુરૂષ 91 કિગ્રાથી વધુ ભાર વર્ગ, સતીશ કુમાર સવારે 9:36 વાગે.
4-હોકી
પુરૂષ ક્વાર્ટર ફાઇનલ: ભારત vs બ્રિટન સાંજે 05:30 વાગે.
5- ઘોડેસવારી
ક્રોસ કંટ્રી, વ્યક્તિગત ઇવેન્ટ, ફવાદ મિર્ઝા, સવારે 05:18 વાગે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube