Weather Update: Delhi માં વાતાવરણ બન્યું રંગીન, આજે આવી રહેશે અન્ય રાજ્યોની સ્થિતિ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે આજે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં વાવાઝોડા સાથે (Thunderstorm) હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે (રવિવારે) સવારે ભારે વરસાદ (Heavy Rainfall In Delhi) થયો. વરસાદના લીધે વાતારવરણ રંગીન (Delhi Weather) બની ગયું અને તેના લીધે દિલ્હીના લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી. આઇએમડી (IMD) એ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના લીધે ચેતાવણી (Heavy Rainfall Alert In Delhi) આપી છે.
દિલ્હીમાં ભારે વરસાદના અણસાર
ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે આજે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં વાવાઝોડા સાથે (Thunderstorm) હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.
Rain lashes parts of Delhi-NCR; visuals from Connaught Place
"Thunderstorm with moderate to heavy intensity rain would occur over & adjoining areas of entire Delhi & NCR during the next 2 hours (issued at 5:25 am)," says India Meteorological Department (IMD) pic.twitter.com/jCSMIz8ney
— ANI (@ANI) August 1, 2021
હરિયાણામાં વરસાદનું અનુમાન
આઇએમડીના અનુસાર, દિલ્હી ઉપરાંત હરિયાણા (Rainfall Prediction In Haryana) માં પણ હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. હરિયાણાના બહાદુરગઢ, ગોહાના, ઝઝર, રેવાડી, નૂહ, પલવલ, સોનીપત, રોહતક, પાનીપત, ગુરૂગ્રામ, માનેસર, ફરીદાબાદ અને બલ્લભગઢમાં વરસાદના અણસાર છે.
યૂપીના આ શહેરોમાં થઇ શકે છે વરસાદ
હવામાન વિભાગના અનુસાર ઉત્તર પ્રદેશ (Rainfall Alert In Uttar Pradesh) માં ગાજિયાબાદ, ઇંદિરાપુરમ, ચરખી દાદરી, છપરૌલા, ગ્રેટર નોઇડા, મુફજ્જરનગર, નોઇડા, મોદીનગર, રામપુર, મુરાબાદબાદ, સંભલ, અમરોહા, ગઢમુક્તેશ્વર, હાપુડ, પિલખુઆ, જહાંગીરબાદ, બુલંદશહેર, બરસાના, નંદગાંવ, નજીબાબાદ, બિજનૌર, મેરઠ અને દાદરીમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં વરસાદના અણસાર
આઇએમડીના અનુસાર રાજસ્થાન (Rain In Rajasthan) ના કોટપુતલી, ખૈરથલ, તિજારા અને ડીગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. વરસાદના બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે