Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું દમદાર પ્રદર્શન, જાપાનને 5-3 થી હરાવ્યું
ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું.
ટોક્યો: ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં શુક્રવારે જાપાનને 5-3થી હરાવ્યું.
ભારતીય હોકી ટીમે જીતી મેચ
ભારત માટે, હરમનપ્રીત સિંહે 13 મી મિનિટે પેનલ્ટી કોર્નર કન્વર્ટ કર્યું, જ્યારે ગુરજંત સિંહ (17 મી અને 56 મી મિનિટે), શમશેર સિંહ (34 મી મિનિટે) અને નીલકાંત શર્માએ (51 મી મિનિટે) ફિલ્ડ ગોલ કર્યા. જાપાન માટે કેંતા તનાકા (19 મી મિનિટે), કોતા વતાનબે (33 મી મિનિટે) અને કાઝુમા મુરાતાએ (59 મી મિનિટે) ગોલ કર્યો.
આ પણ વાંચો:- Tokyo Olympics 2020: સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર, પીવી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ!
ભારતે પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું પરંતુ આ જીત સાથે તેઓ વધેલા મનોબળ સાથે છેલ્લી આઠની મેચમાં ઉતરશે. જાપાન સિવાય ભારતે પૂલ તબક્કામાં ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેન્ટિનાને હરાવ્યા છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube