Tokyo Olympics: ભારતને મોટો ઝટકો, મેદવેદેવ સામે ભારતના સુમિત નાગલની હાર
ભારતના સુમિત નાગલને ટોક્યો ઓલિમ્પિક્સના ટેનિસ ઇવેન્ટની પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડની મેચમાં આરઓસીના ડેનીલ મેદવેદેવ સામે હારનો સામનો કરવો પડ્યો છે
ટોક્યો: ભારતના સુમિત નાગલને ટોક્યો ઓલિમ્પિક્સના ટેનિસ ઇવેન્ટની પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડની મેચમાં આરઓસીના ડેનીલ મેદવેદેવ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ટેનિસમાં ભારતનો પડકાર પૂરો
આ સાથે ટેનિસમાં ભારતનો પડકાર પૂરો થઈ ગયો છે. વિશ્વની ત્રીજી નંબરના ખેલાડી મેદવેદેવે નાગલનો એરીયાના ટેનિસ કોર્ટ નંબર 1 પર 6-2, 6-1 થી હરાવ્યો. આ મેચ એક કલાક 6 મિનિટ સુધી ચાલી હતી.
આ પણ વાંચો:- ઇતિહાસ રચનાર ભારતીય ફેન્સર Bhavani Devi ની Tokyo Olympics માં યાત્રા પુરી
સખત મહેનત પર ફર્યું પાણી
નાગલે તેની પ્રથમ રાઉન્ડની મેચમાં એશિયન ગેમ્સની સુવર્ણ મેડલ વિજેતા ઉઝબેકિસ્તાન ડેનિસ ઇસ્તોમિનને હરાવ્યો હતો. ઘણા ખેલાડીઓ સ્પર્ધામાંથી પાછા હટવાને કારણે નાગલને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રવેશ મળ્યો. ટેનિસમાં, ભારતે 1996 એટલાન્ટા ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ લિએન્ડર પેસે જીત્યો હતો. ટેનિસમાં ભારતના નામે આ એકમાત્ર મેડલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube