ઇતિહાસ રચનાર ભારતીય ફેન્સર Bhavani Devi ની Tokyo Olympics માં યાત્રા પુરી
ભારતીય ફેન્સર સીએ ભવાની દેવીએ (CA Bhavani Devi) સોમવારે તેના પ્રથમ ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી કારણ કે તેણે મહિલા વ્યક્તિગત સાબ્રેની પ્રથમ રાઉન્ડની મેચ જીતીને બીજા ક્રમમાં હાર સાથે તેની મુસાફરી પૂરી કરી હતી
Trending Photos
ટોક્યો: ભારતીય ફેન્સર સીએ ભવાની દેવીએ (CA Bhavani Devi) સોમવારે તેના પ્રથમ ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી કારણ કે તેણે મહિલા વ્યક્તિગત સાબ્રેની પ્રથમ રાઉન્ડની મેચ જીતીને બીજા ક્રમમાં હાર સાથે તેની મુસાફરી પૂરી કરી હતી.
ટોક્યોમાં ભવાની દેવીની યાત્રા સમાપ્ત
27 વર્ષની ભવાની દેવીએ (Bhavani Devi) ટ્યુનિશિયાની (Tunisia) નાદિયા બેન અઝીઝીને (Nadia Ben Azizi) 15-3 થી હરાવીને 32 ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને ઓલિમ્પિકમાં મેચ જીતનાર પ્રથમ ભારતીય તલવારબાજ બની હતી પરંતુ આગામી રાઉન્ડમાં ભવાની ફ્રાન્સના મેનોન બ્રુનેટથી (Manon Brunet) 7-15 થી હારી ગઈ હતી.
ભવાનીએ આપી ટક્કર
આ એક ઐતિહાસિક દિવસ હતો જ્યારે ભારતે ઓલિમ્પિક્સમાં તલવારબાજીની શરૂઆત કરી હતી. આ એક રમત છે જે 1896 થી સમર ગેમ્સનો ભાગ છે. તેને ધ્યાનમાં રાખીને ભવાનીએ પ્રથમ મેચ જીતી અને ત્યારબાદ બીજી મેચમાં વિશ્વના ત્રીજા ક્રમાંકિત ખેલાડી મેનોનને ટક્કર આપી હતી.
ફ્રેન્ચ ખેલાડીએ હરાવી
મકુહારી મેસ્સે હોલમાં સાવચેતીભરી શરૂઆત કરતાં ભવાનીએ મેનોનને જોરદાર લડત આપી હતી. પહેલા રાઉન્ડમાં 2-9 પાછળ હોવા છતાં ભવાનીએ હાર માની ન હતી અને એક તબક્કે તે સ્કોર 6-11 પર લઈ ગઈ, પરંતુ છેવટે ફ્રેન્ચ ખેલાડીએ તેના અનુભવનો ઉપયોગ કરતા ભવાનીને હાર માનવી પડી.
પ્રથમ મેચમાં મળી હતી જીતી
તેવી જ રીતે પ્રથમ મેચમાં ભવાની દેવીએ (Bhavani Devi) નાદિયા બેન અઝીઝીને (Nadia Ben Azizi) હુમલો કરવાની તક આપી હતી, પરંતુ બાદમાં ભવાની દેવીએ ટ્યુનિશિયાના ખેલાડીને વારંવાર પોઇન્ટ પોકેટમાં નાખવા માટે વારંવાર પીન કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે