WIvsENG T20: પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો 4 વિકેટે વિજય, બેયરસ્ટોની અડધી સદી
ઈંગ્લેન્ડે યજમાન વેસ્ટઈન્ડિઝને પ્રથમ ટી20 મેચમાં 4 વિકેટે પરાજય આપ્યો હતો. 68 રન બનાવનાર જોની બેયરસ્ટોને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સેન્ટ લૂસિયાઃ ઈંગ્લેન્ડે મંગળવારે (5 માર્ચ) રમાયેલા પ્રથમ ટી20 મેચમાં યજમાન વેસ્ટઈન્ડિઝને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝે ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ડિયમમાં રમાયેલા મેચમાં પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ પર 160 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 18.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડની જીતનો હીરો ટોમ કરન અને જોની બેયરસ્ટો રહ્યાં. ફાસ્ટ બોલર ટોમ કરને ચાર વિકેટ ઝડપી, જ્યારે બેયરસ્ટોએ 68 રન બનાવ્યા હતા.
ટોમ કરને શરૂઆતી અને ડેથ ઓવરોમાં મહત્વની વિકેટ ઝડપીને વેસ્ટઈન્ડિઝને મોટા સ્કોર સુધી જતા રોક્યું હતું. કરને પ્રથમ બેટિંગ કરવા આવેલા શાઈ હોપ (6) અને શિમરોન હેટમાયર (14)ની વિકેટ ઝડપીને વિન્ડિઝને આક્રમક શરૂઆત કરતા રોકી રાખ્યું હતું. ક્રિસ જોર્ડને ક્રિસ ગેલ (15) જેવા બેટ્સમેનને આઉટ કરીને યજમાનને મુશ્કેલીમાં મુકી દીધું હતું.
સ્મિથ અને વોર્નરની સાથે ઓસ્ટ્રેલિયા જીતી શકે છે વિશ્વકપઃ શેન વોર્ન
ત્યારબાદ ડ્વેન બ્રાવો (28) અને નિકોલસ પૂરન (58)એ ટીમને સંભાળી હતી. નિકોલસે પોતાની ઈનિંગમાં 37 બોલ પર ત્રમ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. કરને અંતમાં નિકોલસ સિવાય જેસન હોલ્ડર (7)ને પણ આઉટ કર્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડને શેલ્ડન કોટ્રેલે 17 રનના કુલ સ્કોર પર એલેક્સ હેલ્સ (11)ને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યો હતો. ઈંગ્લેન્ડની બીજી વિકેટ 32ના સ્કોરે રૂટના રૂપમાં પડી હતી. ત્યારબાદ કેપ્ટન મોર્ગન પણ માત્ર 8 રન બનાવી શક્યો હતો. મોર્ગન આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડનો કુલ સ્કોર 83 રન હતો જેમાં આઉટ થનારા બેટ્સમેનોનું યોગદાન 25 રનનું હતું બાકીના રન બેયરસ્ટોએ બનાવ્યા હતા.
જ્યારે-જ્યારે સ્ટોઇનિસે બનાવ્યો 50+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર
103 રનના કુલ સ્કોર પર એશ્લે નર્સે બેયરસ્ટોને આઉટ કર્યો હતો. તેણે 40 બોલમાં 68 રનની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. અંતે જો ડેનલીએ 30 અને કેમ બિલિંગ્સે 18 રન નબાવીને ઈંગ્લેન્ડને જીતની નજીક પહોંચાડ્યું હતું. ડેવિડ વિલેએ એક અને કરને અણનમ 2 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.