નવી દિલ્હીઃ આઈપીએલની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ દર્શકોમાં રોમાંચ વધી રહ્યો છે. આજ કારણ છે કે આઈપીએલની વિશ્વની સૌથી મોટી લીગમાં સામેલ છે. આઈપીએલ દરમિયાન લીગ મેચોની જેમ પ્લેઓફમાં પણ ઘણા રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે. પરંતુ આ નોકઆઉટ મુકાબલામાં કેટલાક બેટ્સમેનોએ એવી સિદ્ધિ મેળવી જે કોઈ અન્ય બેટ્સમેન મેળવી શક્યા નથી. આ લેખમાં તમારા માટે લાવ્યા છીએ તે 4 બેટ્સમેનના નામ જેણે આઈપીએલ પ્લેઓફ મેચમાં સદી ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4- મુરલી વિજય
ચેન્નઈ સુપરકિંગ્સના સૌથી સ્ટાઇલિશ બેટ્સમેનોમાંથી એક મુરલી વિજય આઈપીએલ પ્લેઓફ મુકાબલામાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. વર્ષ 2012ની સીઝન દરમિયાન વિજયે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) વિરુદ્ધ બીજી ક્વોલિફાયર મેચમાં 58 બોલમાં 113 રન ફટકાર્યા હતા. વિજયે પોતાની આ ધમાકેદાર ઈનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. વિજયની આ ઈનિંગની મદદથી સીએસકેની ટીમે આ મેચ 86 રનથી જીતીને આઈપીએલ-2012ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 


આ પણ વાંચોઃ IPL ઈતિહાસ: Playoff મુકાબલામાં આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ રન


3- વીરેન્દ્ર સહેવાગ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સહેવાગે આઈપીએલ સીઝન-7મા ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ ક્વોલિફાયર-2મા 58 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની સર્વશ્રેષ્ટ ઈનિંગ રમતા 122 રન ફટકાર્યા હતા. વીરૂની આ આકર્ષક ઈનિંગમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. વીરૂની આ ઈનિંગની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબ આઈપીએલ ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું હતું. 


2- રિદ્ધિમાન સાહા
ભારતીય ટેસ્ટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2014મા કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા ફાઇનલ મુકાબલામાં સાહાએ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મધ્યમક્રમાં આવીને 55 બોલમાં આક્રમક 115 રન બનાવ્યા હતા. આ દરમિયાન સાહાએ 10 ચોગ્ગા અને 8 સિક્સ ફટકારી હતી. સાહાની આ દમદાર ઈનિંગ છતાં પંજાબની ટીમ ફાઇનલ મુકાબલામાં કેકેઆર વિરુદ્ધ 3 વિકેટથી હારી ગઈ હતી.


આ પણ વાંચોઃ IPL ઈતિહાસઃ આ 3 બેટ્સમેનોએ બનાવ્યા છે કેકેઆર વિરુદ્ધ સૌથી વધુ રન


1- શેન વોટસન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને આઈપીએલ સીઝન 11ની ફાઇનલ મેચ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી સદી ફટકારી હતી. શેન વોટસને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લક્ષ્યનો પીછો કરતા 57 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 117 રન બનાવ્યા હતા. વોટસનની આ ઈનિંગની મદદથી ધોનીની સેના આઈપીએલમાં ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર