IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર
ટી-20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનોની રમત કહેવામાં આવે છે, પરંતુ ઘણા બોલરોએ તે સાબિત કર્યું છે કે, આ ફોર્મેટ તેના વગર અધુરૂ છે.
નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચા ચોગ્ગા અને છગ્ગાની કરવામાં આવે છે. તે વ્યાજબી પણ છે કારણ કે આધુનિક ક્રિકેટ યુગના ફોર્મેટમાં બેટ્સમેનોની બોલબાલા રહે છે. પરંતુ ઘણી એવી તક પણ હોય છે, જ્યારે બોલર પોતાની મજબૂત બોલિંગના દમ પર બેટ્સમેનોને પરેશાન કરે છે. ટી20 ક્રિકેટમાં મેડન ઓવર મેચની હાર-જીત નક્કી કરી શકે છે. આ રીતે બોલિંગના ઉદાહરણના આધાર પર આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલરની આ સ્ટોરીમાં ચર્ચા થશે.
પ્રવીણ કુમાર
પોતાના સમયમાં સ્વિંગ બોલિંગના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી તકે જીત અપાવનાર બોલર પ્રવીણ કુમારે આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે. પ્રવીણે આઈપીએલ કરિયરની 119 મેચમાં 420.4 ઓવર બોલિંગ કરી છે, જેમાં 14 વખત મેડન ઓવર સામેલ છે. સાથે પ્રવીણ કુમારે 90 વિકેટ પણ ઝડપી છે.
ઇરફાન પઠાણ
ટીમ ઈન્ડિયાના સૌથી દમદાર ઓલરાઉન્ડર ખેલાડીમાંથી એક ઇરફાન પઠાણે આઈપીએલમાં બોલ અને બેટથી ધુમ મચાવી છે. જો નજર પઠાણના આંકડા પર કરવામાં આવે તો તેણે 106 મેચમાં 340.3 ઓવરની બોલિંગ દરમિયાન 10 ઓવર મેડન ફેંકી છે. આ સિવાય 80 વિકેટ પણ ઝડપી છે.
IPL 2020: RCBને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બોલર થયો બહાર
ધવલ કુલકર્ણી
મુંબઈના મેદાનો પર પોતાની બોલિંગને ધાર આપનાર ભારતના ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકવાના મામલામાં ત્રીજા સ્થાને છે. ધવલે આઈપીએલમાં 8 ઓવર મેડન ફેંકી છે. તેણે આઈપીએલની 90 મેચમાં 290.5 ઓવર ફેંકી છે અને 86 વિકેટ ઝડપી છે.
લસિથ મલિંગા
આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં જો કોઈ બોલર સૌથી વધુ સફળ સાબિત થયો હોય તો તે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા છે. મલિંગાના નામે આઈપીએલમાં સૌથી વધુ 170 વિકેટ છે. આ સિવાય લસિથે પોતાના આઈપીએલ કરિયરની 122 મેચમાં 471.1 ઓવરની બોલિંગ દરમિયાન 8 વખત મેડન ઓવર ફેંકી છે.
આ પાંચ ક્રિકેટરોને IPLના રસ્તે મળી છે ટીમ ઈન્ડિયાની ટિકિટ
સંદીપ શર્મા
ભારતના વધુ એક ફાસ્ટ બોલરે પોતાની સ્વિંગ બોલિંગનો દબદબો આઈપીએલમાં યથાવત રાખ્યો છે, તે છે સંદીપ શર્મા. સંદીપ શર્મા પોતાની ધારદાર બોલિંગ માટે જાણીતો છે. આઈપીએલમાં સંદીપે 79 મેચ રમી છે, જેમાં તેણે 290.5 ઓવરની બોલિંગ કરી છે અને 8 મેડન ફેંકી છે. આ સાથે સંદીપના નામે 95 વિકેટ નોંધાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube