નવી દિલ્હીઃ કેરેબિયન ધરતી પર આ સમયે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) રમાઇ રહી છે. આ લીગમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પણ એક ટીમ છે, જેનું નામ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ (Trinbago Knight Riders) છે. આ ટીમે સીપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે, આ સાથે ટી20 ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પણ તોડી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે સીપીએલની દસમી લીગ મેચમાં ક્રિસ ગેલની આગેવાની વાળી જમૈકા થલાવાઝ (Jamaica Tallawahs) વિરુદ્ધ 267 રનનો વિશાળ સ્કોર કર્યો છે. આ મુકાબલામાં જમૈકા થલાવાઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ કિરોન પોલાર્ડની આગેવાની વાળી ટીમે તોફાની અંદાજમાં બેટિંગ કરી અને એક મોટો ટાર્ગેટ જમૈકા થવાલાઝ માટે સેટ કર્યો હતો. 


ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી ઓપનિંગ બેટ્સમેન લેન્ડલ સિમન્સે 42 બોલમાં 86 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. તો સુનીલ નરેન 20 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ કોલિન મુનરોએ 50 બોલમાં અણનમ 96 રન ફટકાર્યા હતા. કોલિન મુનરોએ પોતાની આ ઈનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. 


આ સિવાય કેપ્ટન કિરોન પોલાર્ડે 17 બોલમાં અણનમ 45 રન બનાવીને જમૈકાની કમાર તોડી દીધી હતી. પોલાર્ડે આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે 2 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 267 રન બનાવ્યા, જે ટી20 ક્રિકેટનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. 


ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર


278/3 અફઘાનિસ્તાન


278/4 કેગ રિપબ્લિક


267/2 ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ


263/5 રોયલ ચેલેન્જર્સ બેંગલોર


263/3 ઓસ્ટ્રેલિયા


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર