નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેર વોર્ન એકવાર ફરી વિવાદોમાં સપડાયા છે. ઓસ્ટ્રેલિયાના રિયાલિટી ટીવી સ્ટાર જેસિકા પાવરે વોર્ન પર અશ્લિલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વોર્નને 'વિક્ષિપ્ત' ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હવે મને ખબર પડે છે કે કેમ વોર્ન વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેસિકાએ વોર્નને સનકી પણ ગણાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં વોર્નને જણાવ્યું ક જે મેસેજ તમે મને મોકલી રહ્યા છે તે યોગ્ય નથી, તો ઉલ્ટાનું વોર્ન 'એક્સ રેટેડ' મેસેજ મોકલવા માંડ્યા હતા.


તેમણે ઉમેર્યું કે, તે ઘણું અજીબ હતું, જ્યાર તે અઠવાડિયે શેન વોર્ન મારા ઈનબોક્સમાં અશ્લિલ મેસેજ મોકલી રહ્યા હતા. તે એક સનકી વ્યક્તિ છે. અમુક ચીજો જે તેઓ મને મોકલી રહ્યા હતા, મારી નજરમાં તે ખુબ જ ખોટી છે. મેં તે વખતે થોડો ઘણો રિપ્લાય કર્યો, તો જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ એક્સ રેટેડ ચીજો મોકલવા માંડ્યા હતા. મને લાગ્યું, આ બહું ખોટું છે. પરંતુ હવે આશ્ચર્યની વાત જરા પણ નથી કે તેઓ વારંવાર કેવી રીતે મુશ્કેલીઓમાં પડી જાય છે.


ટીમ ઈન્ડિયાના કેપ્ટન આજે 33 વર્ષના થયા, પ્રશંસકોએ સોશિયલ મીડિયામાં મેસેજોનો ધોધ વહાવ્યો, જાણો લોકોએ શું લખ્યું?


પાવરે જણાવ્યું, મેં કહ્યું તે પાગલપન છે. મને લાગ્યું અને વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેઓ એક્સ રેટેડ મેસેઝ મોકલી રહ્યા છે.


અત્રે નોંધનીય છે કે, વોર્નને ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે વિશ્વના મહાન લેગ સ્પિનર કહેવામાં આવે છ. ટેસ્ટ ક્રિકેટમાં તેઓના નામે 708 વિકેટ છે. જ્યારે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 293 વિકેટ લીધી છે.


બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત ફરી ચર્ચામાં...


જોકે વોર્ન ઘણી વખત પોતાના ખેલ સિવાય પણ અહેવાલોમાં ચમકતા રહે છે. તેમની લાઈફ સ્ટાઈલ તેમણે ઘણીવખત વિવાદોમાં સપડાવી દે છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેમના પર ડ્રગ્સ લેવાના આરોપમાં એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવ્યો હતો. પાવરનો આરોપ તેમના પર લાગેલા આરોપોમાંની એક નવી કડી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube