હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સે કટ્ટર હરિફ ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ ઓવરમાં એક રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈની ટીમે ચોથીવાર આઈપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે ટી20ના ઈતિહાસમાં ચોથી ઘટના બની, જ્યારે કોઈ ટીમે એક રનથી ફાઇનલ જીતી. આઈપીએલની વાત કરીએ તો બીજી વખત થયું અને મજાની વાત છે કે બંન્ને વખત મુંબઈ ઈન્ડિયન્સે આ કારનામું કર્યું છે. ગત વખતે 2017માં મુંબઈએ ફાઇનલમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને એક રનથી હરાવ્યું હતું. 


ટી-20માં ક્યારે-ક્યારે એક રનથી કોઈ ટીમે ફાઇનલ જીતી


- ઈગલ્સ vs રાઇનોજ, નવેમ્બર 2010  Stanbic Bank 20 Series,હરારે)


- બંગાળ vs મધ્યપ્રદેશ, માર્ચ 2011 (Syed Mushtaq Ali Trophy, હૈદરાબાદ)


- મુંબઈ ઈન્ડિયન્સ vs રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, IPL 2017, હૈદરાબાદ


- મુંબઈ ઈન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, IPL 2019, હૈદરાબાદ


હરારે-હૈદરાબાદનો આ ગજબ સંગોય મોટો રસપ્રદ છે. ચાર વખતમાંથી ત્રણ વાર તો માત્ર હૈદરાબાદમાં એક રનથી ફાઇનલ જીતવામાં આવી. 


રોહિત શર્મા આઈપીએલની પાંચ ટ્રોફી જીતનાર એકમાત્ર ખેલાડી બની ગયો. 


IPL 2019: જાણો ક્યાં ખેલાડીને મળ્યો ક્યો એવોર્ડ


રોહિત ટીમમાં રહેતા ક્યારે-ક્યારે ચેમ્પિયન બની ટીમ


ડેક્કન ચાર્જર્સ 20009માં


મુંબઈ ઈન્ડિયન્સ 2013માં 


મુંબઈ ઈન્ડિયન્સ 2015માં


મુંબઈ ઈન્ડિયન્સ 2017માં


મુંબઈ ઈન્ડિયન્સ 2019માં