IPL 2019: જાણો ક્યાં ખેલાડીને મળ્યો ક્યો એવોર્ડ

આઈપીએલ-12ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સે કબજે કરી છે. તેણે રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને પરાજય આપ્યો હતો. આ ફાઇનલ મેચની સાથે સિઝનના સૌથી મહત્વના ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. 
 

IPL 2019: જાણો ક્યાં ખેલાડીને મળ્યો ક્યો એવોર્ડ

હૈદરાબાદઃ આઈપીએલ-12ની સિઝનના ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક મેચમાં 1 રને પરાજય આપીને રેકોર્ડ ચોથી વખત ચેમ્પિયન બન્યું હતું. આ પહેલા ચેન્નઈ અને મુંબઈ ત્રણ ત્રણ ટ્રોફી સાથે બરાબરી પર હતા પરંતુ હવે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ફાઇનલ બાદ સિઝનના એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સિઝનમાં સૌથી વધુ રન ફટકારનાર ડેવિડ વોર્નર (692 રન)ને ઓરેન્જ કેપ તો ઇમરાન તાહિર (26 વિકેટ)ને પર્પલ કેપ આપવામાં આવી હતી. તો કોલકત્તા નાઇટ રાઇડર્સના યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પોલાર્ડને પરફેક્ટ કેચ ઓધ સિઝનનો એવોર્ડ મળ્યો હતો. કેએલ રાહુલને સ્ટાઇલિશ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. 

જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ

પિચ અને ગ્રાઉન્ડ ટ્રોફીઃ પંજાબ (મોહાલી) અને હૈદરાબાદ

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ (શુભમન ગિલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ

ફેરપ્લે એવોર્ડઃ સનરાઇઝર્સ હૈદરાબાદ

ફાસ્ટેટ ફિફ્ટી એવોર્ડ (હાર્દિક પંડ્યા) મુંબઈ ઈન્ડિયન્સ (17 બોલ અડધી સદી)

પરફેક્ટ કેચ ઓફ સિઝન (કીરોન પોલાર્ડ) મુંબઈ ઈન્ડિયન્સ

સિઝન સુપર સ્ટ્રાઇકર એવોર્ડ (આંદ્રે રસેલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ

સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સિઝન (કેએલ રાહુલ) કિંગ્સ ઇલેવન પંજાબ

ગેમ ચેન્જર ઓફ ધ સિઝન (રાહુલ ચહર) મુંબઈ ઈન્ડિયન્સ

ઓરેન્જ કેપ (ડેવિડ વોર્નર 692 રન) સનરાઇઝર્સ હૈદરાબાદ

પર્પલ કેપ (ઇમરાન તાહિર 26 વિકેટ) ચેન્નઈ સુપરકિંગ્સ 

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (આંદ્રે રસેલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news