નવી દિલ્હીઃ અન્ડર-19 ટીમે શનિવારે ભારતીય ક્રિકેટ ફેન્સને જશ્ન મનાવવાની મોટી તક આપી છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં રમાયેલા મુકાબલામાં કટ્ટર વિરોધી પાકિસ્તાનની ટીમને 60 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ભારતે સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આ 50-50 ઓવરની મેચમાં ભારતીય ટીમે 9 વિકેટ પર 305 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની ટીમ ભારતીય બોલરોનો સામનો ન કરી શકી અને 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય છે. આ પહેલા તેણે કુવેતને હરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાયરોને ફર્નાન્ડો સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર અર્જુન આઝાદે શાનદાર શરૂઆત અપાવી, પરંતુ બીજા છેડા પર સુવેદ પાર્કર (3) 38ના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ અર્જુનનો સાથ તિલક વર્માએ આપ્યો હતો. બંન્ને બેટ્સમેનોએ સદી ફટકારતા ટીમ ઈન્ડિયાને 305 રન સુધી પચોંચાડવામાં મદદ કરી હતી. 


અર્જુન આઝાદ-તિલક વર્માની શાનદાર સદી
મેન ઓફ ધ મેચ અર્જુને 111 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા, જ્યારે તિલકે 119 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ બંન્ને બેટ્સમેન  આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. શાશ્વત રાવતે 18 અને અથર્વ અંકોલેકરે અણનમ 16 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે નસીમ શાહ અને અબ્બાસ આફ્રિદીએ 3-3 વિકેટ ઝડપી હતી. 


ઘરેલું હિંસા કેસઃ મોહમ્દ શમી પોતાના વકીલના સંપર્કમાં, ગુરૂવાર ભારત આવશે 
 
વિદ્યાધરે પાકની શરૂઆત કરી ખરાબ
મોટા લક્ષ્યનો પીછો કરતા ઉતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત વિદ્યાધર પાટિલે ખરાબ કરી દીધી હતી. તેણે ઓપનર હૈદર અલી (9) અને અબ્દુલ બંગાલજઈ (15)ને સસ્તામાં આઉટ કરી દીધા હતા. ફહદ મુનૈરે 16 બોલનો સામનો જરૂર કર્યો, પરંતુ માત્ર 1 રન બનાવી શક્યો હતો. તેણે સુશાંત મિશ્રાના બોલ પર વિદ્યાધરે કેચ લીધો હતો. પાકિસ્તાન માટે કેપ્ટન રોહૈલ નજીરે 108 બોલમાં જરૂર 117 રન બનાવ્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહતો. તેણે પોતાની સદીમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 


અથર્વએ ઝડપી 3 વિકેટ
નજીર બાદ મોહમ્મદ હેરિસ (43) બીજો સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો.અન્ય કોઈપણ બેટ્સમેન ભારતીય બોલરોનો સામનો ન કરી શક્યો અને ટીમ 46.4 ઓવરમાં 245 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે અથર્વએ 3 વિકેટ ઝડપી, જ્યારે વિદ્યાધર અને સુશાંત મિશ્રાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આકાશ સિંહ અને કરણ લાલને એક-એક વિકેટ મળી હતી.