નવી દિલ્હીઃ અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ટાઇટલ વચ્ચે હવે માત્ર બાંગ્લાદેશને હરાવવાનું રહી ગયું છે. બંન્ને ટીમો વચ્ચે મહામુકાબલો 9 ફેબ્રુઆરીએ પોચેસ્ત્ર (દક્ષિણ આફ્રિકા)માં રમાશે. ભારતીય ટીમે સતત ત્રીજીવાર અન્ડર-19 વર્લ્ડકપના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા તે ચાર વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તો બાંગ્લાદેશે પ્રથમવાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંન્ને ટીમો કોઈ મુકાબલો હારી નથી. પરંતુ બાંગ્લાદેશની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ભારતના સફર પર નજર કરવામાં આવે તો તેણે 3 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યું, જ્યારે સેમિફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. બીજીતરફ બાંગ્લાદેશે ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા, તો સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને અહીં સુધીની સફર કાપી છે. આવો જાણીએ ભારત અને બાંગ્લાદેશના ટૂર્નામેન્ટમાં સફર વિશે... 


INDvsNZ 2nd ODI: વિરાટ બ્રિગેટ માટે ઓકલેન્ડમાં 'કરો યા મરો', ટીમમાં થઈ શકે છે આ ફેરફાર  


આવી રહી ભારતની સફર


મેચ vs વિજેતા
ગ્રુપ-એ લીગ મેચ શ્રીલંકા ભારત 90 રનથી જીત્યું
ગ્રુપ-એ લીગ મેચ જાપાન ભાારત 10 વિકેટથી જીત્યું
ગ્રુપ-એ લીગ મેચ ન્યૂઝીલેન્ડ ભારતનો 44 રને વિજય
સુપર લીગ ક્વાર્ટર ફાઇનલ ઓસ્ટ્રેલિયા ભારત 74 રને જીત્યું
સુુપર લીગ સેમિફાઇનલ પાકિસ્તાન ભારત 10 વિકેટથી જીત્યું

આવી રહી બાંગ્લાદેશની સફર


મેચ vs વિજેતા
ગ્રુપ સી- લીગ મેચ ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ 9 વિકેટે જીત્યું (DLS)
ગ્રુપ સી- લીગ મેચ સ્કોટલેન્ડ બાંગ્લાદેશ 7 વિકેટે જીત્યું
ગ્રુપ સી- લીગ મેચ પાકિસ્તાન વરસાદને કારણે મેચ રદ્દ
ક્વાર્ટર ફાઇનલ આફ્રિકા બાંગ્લાદેશ 104 રને જીત્યું
સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશનો 6 વિકેટે વિજય

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર