નવી દિલ્હીઃ આઈપીએલ (IPL)ની 13મી સીઝન આ વર્ષે રમાશે કે નહીં. તેની શંકા હજુ પૂરી થઈ નથી પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ  (ECB)એ બીસીસીઆઈ  (BCCI)ની સામે તે ઓફર રજૂ કરી છે કે  તે આ વખતે પોતાની લીગનું આયોજન તેને ત્યાં કરી શકે છે. આઈપીએલનું આયોજન આ વખતે 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ  (Coronavirus)ને કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીસીસીઆઈ ટી20 વિશ્વકપ (T20 World Cup)ને સ્થગિત થવા પર ઓક્ટોબર-નવેમ્બરની ખાલી વિન્ડોને પોતાની આ લીગનું આયોજન કરવા ઈચ્છે છે. કોવિડ-19ને કારણે આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપ હવે ખતરામાં દેખાઈ રહ્યો છે.


ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, યૂએઈ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ઓફર આપી છે કે તે ઈચ્છે તો આઈપીએલનું આયોજન અહીં કરી શકે છે. 


યૂએઈ ક્રિકેટ બોર્ડના મહાસચિવ મુબાશશિર ઉસ્માનીએ એક સ્થાનીક અખબારને કહ્યુ, ભૂતકાળમાં અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલનું યૂએઈમાં સફળ આયોજન કર્યું છે. અમારી પાસે ઘણી દ્વિપક્ષીય સિરીઝને તટસ્થ સ્થાન પર સફળ આયોજીત કરવાનો અનુભવ છે. તેથી આઈપીએલને એકવાર અહીં આયોજીત કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. 


વંશીય સમાનતા માટે સંઘર્ષ- 100 મિલિયન ડોલર દાન આપશે માઇકલ જોર્ડન


તેમણે કહ્યું, આ લીગના સફળ આયોજન માટે અમારી પાસે જે ઉપલબ્ધ સ્થાન અને સુવિધાઓ છે તે ઉચ્ચ શ્રેણીની છે અને તેથી અમે આ લીગની યજમાની માટે તૈયાર છીએ. 


ઉસ્માનીએ જણાવ્યુ કે, અમીરાત ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ તેની ઇંગ્લિશ સીઝનની બાકી બચેલી સીઝનને અહીં પૂરી કરવાની ઓફર કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર