વંશીય સમાનતા માટે સંઘર્ષ- 100 મિલિયન ડોલર દાન આપશે માઇકલ જોર્ડન


માઇકલ જોર્ડન તરફથી આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે અમેરિકી સહિત વિશ્વમાં વંશીય ભેદભાવનો મુદ્દો જોર પકડી રહ્યો છે. હાલમાં અમેરિકાના મિનિયાપોલિસ વિસ્તારમાં આફ્રિકી મૂળના અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયડ (George Floyd death in police custody)નું પોસીસ કસ્ટડીમાં મોત થઈ ગયુ હતું. 
 

વંશીય સમાનતા માટે સંઘર્ષ- 100 મિલિયન ડોલર દાન આપશે માઇકલ જોર્ડન

નવી દિલ્હીઃ બાસ્કેટબોલના મહાન ખેલાડી માઇકલ જોર્ડન  (Michael Jordan)એ વંશીય સમાનતાને પ્રોત્સાહન આપવા માટે 100 મિલિયન અમેરિકી ડોલર (Michael Jordan Donate 100 million dollar to fight against racial discrimination) એટલે કે આશરે 756 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. માઇકલ જોર્ડન અને તેની બ્રાન્ડ જોર્ડન આગામી 10 વર્ષ સુધી આ રકમ વંશીય સમાનતા માટે ખર્ચ કરશે. 

માઇકલ જોર્ડન તરફથી આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે અમેરિકી સહિત વિશ્વમાં વંશીય ભેદભાવનો મુદ્દો જોર પકડી રહ્યો છે. હાલમાં અમેરિકાના મિનિયાપોલિસ વિસ્તારમાં આફ્રિકી મૂળના અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયડ (George Floyd death in police custody)નું પોસીસ કસ્ટડીમાં મોત થઈ ગયુ હતું. ત્યારબાદ વિશ્વભરમાં રોષ જોવા મળી રહ્યો છે. 

જોર્ડન અને બ્રાન્ડ જોર્ડને આ મુહિમને સમર્થન આપતા એક સ્ટેટમેન્ટ જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બ્લેક લાઇફ મેટર (અશ્વિતના જીવનનું પણ મહત્વ છે). આ કોઈ વિવાદાસ્પદ વ્યક્તવ્ય નથી. જ્યાં સુધી આપણા દેશની સંસ્થાઓ વંશીય ભેદભાવની આ ખરાબીને ઉખેડી ફેંકે નહીં ત્યાં સુધી અશ્વેત લોકોના જીવનને વધુ સારૂ બનાવવા અને તેને સુરક્ષા આપવા સમર્થન આતીશું. 

ટીમ ઇન્ડિયાના આ યુવા ક્રિકેટરની તસવીર જોઈ તમે પણ બોલી ઉઠશો 'જય શ્રીરામ'

માઇકલ જોર્ડન છ વખત એનબીએ ચેમ્પિયન ટીમનો સભ્ય રહ્યો છે. તેણે 1990ના સમયમાં શિકાગો બુલ્સની આગેવાની કરી હતી. જોર્ડનને બાસ્કેટબોલ હોલ ઓફ ફેમમાં પણ સ્થાન મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news