નવી દિલ્હીઃ બીસીસીઆઈ (BCCI) ના એક અધિકારીએ હાલમાં આપેલા એક નિવેદનથી પુષ્ટિ કરી છે કે ભારત કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ રહે છે તો આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપની યજમાની યૂએઈ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે બીસીસીઆઈએ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ટી20 વિશ્વકપનું આયોજન કરવાનું છે. પરંતુ ભારતમાં ફેલાયેલી કોવિડની બીજી લહેરના ભયાનક પરિણામને જોતા ભારતમાં આ ટૂર્નામેન્ટના આયોજનની સંભાવના ઓછી દેખાઈ રહી છે. 


બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં બીસીસીઆઈના ગેમ ડેવલોપમેન્ટ જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ કહ્યુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડે બજુ વિશ્વકપ આયોજનની આશા ગુમાવી નથી. 


શુક્રવારે એક નિવેદનમાં તેમણે કહ્યું, મને હજુ ટૂર્નામેન્ટના ડાયરેક્ટરોમાંથી એકના પદ પર પસંદ કરવામાં આવ્યા છે, તેથી હું તે તમામ પ્રયાસ કરી રહ્યો છું કે આયોજન ભારતમાં થાય. અમે સામાન્ય સ્થિતિ અને સૌથી ખરાબ સ્થિતિ બન્નેને ધ્યાનમાં રાખીશું અને તેને આધાર બનાવીને અમે આઈસીસી સાથે વાત કરી રહ્યા છીએ. 


આ પણ વાંચોઃ IPL-14 માં '171'ની માયાજાળ, આ સ્કોર પર કેમ અટકી જાય છે પહેલાં બેટિંગ કરનારાની ઈનિંગ્સ?


પરંતુ મલ્હોત્રાએ સ્વીકાર્યુ કે દેશમાં આવેલા આ સંકટને કારણે ટૂર્નામેન્ટના આયોજન માટે યૂએઈ યોગ્ય વેન્યૂ સાબિત થશે. તેમણે કહ્યું, તે યૂએઈમાં થશે. અમે ફરીથી આશા કરી રહ્યાં છીએ કે તે બીસીસીઆઈ દ્વારા કરવામાં આવશે. તેથી અમે ટૂર્નામેન્ટને ત્યાં લઈ જશું, પરંતુ તે હજુ બીસીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવશે. 


મહત્વનું છે કે ઘણા પૂર્વ ક્રિકેટરો અને ફેન્સની આલોચના છતાં બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનનું આયોજન યથાવત રાખ્યુ છે, જે ભારતમાં રમાઈ રહી છે. પરંતુ આઠ ટીમોની આ ટૂર્નામેન્ટના મુકાબલે 16 ટીમો વચ્ચે વિશ્વકપનું આયોજન હાલની સ્થિતિ જોતા મુશ્કેલ હશે, તેવામાં બીસીસીઆઈ યૂએઈની વાટ પકડી શકે છે. 
 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube