દુબઈઃ અમેરિકા અને ઓમાનની ટીમને ફરીથી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ બંને ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં પોતાના શાનદાર પરફોર્મન્સના આધારે આ દરજ્જો મેળવવામાં સફળ થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા પોતાની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાને 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય વન ડે ટીમનો દરજ્જો મળ્યો છે. આ અગાઉ, તેને 2004માં આ દરજ્જો મળ્યો હતો. એ વર્ષે તેણે ICC Champions Trophyમાં ભાગ લીધો હતો. 


આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાને નામીબિયાની ટીમ સામે રોમાંચક પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. ઓમાને પોતાની તમામ મેચ જીતી હતી. તેણે પાપુઆ ન્યૂ ગિની સામે રમાયેલી મેચમાં વિજય મેળવીને પોતાની દાવેદારી પાકી કરી લીધી હતી. ત્યાર પછી, તેણે નામીબિયા સામે માત્ર દરજ્જો મેળવવાની ઔપચારિક્તા પુરી કરી હતી. 


Asian Athletics : પીયુ ચિત્રાએ અપાવ્યો ત્રીજો ગોલ્ડ, અંતિમ દિવસે બે સિલ્વર પણ મળ્યા


અમેરિકાએ હોંગકોંગની ટીમને હરાવીને વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો છે. તેણે બુધવારે ઝેવિયર માર્શલ(100)ની મદદથી 8 વિકેટે 280 રન બનાવ્યા હતા. હોંગકોંગની ટીમ તેના જવાબમાં 7 વિકેટે માત્ર 196 રન જ બનાવી શકી હતી.


VIDEO: ડિવિલિયર્સે એક હાથે આ રીતે ફટકારી સિક્સર, બોલ પહોંચ્યો સ્ટેડિયમના છાપરે


આ સાથે જ હવે અમેરિકા અને ઓમાનની ટીમ લીગ-2માં સ્કોટલેન્ડ, નેપાળ અને યુએઈની ટીમ સાથે સામેલ થઈ ગઈ છે. અહીં તે 2.5 વર્ષમાં કુલ 36 વન ડે મેચ રમશે.


VIDEO: ચાલુ મેચમાં ગાયબ થઇ ગયો દડો, Replay માં થયો ખુલાસો કે આખરે ક્યાં હતો દડો 


આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં ઓમાનની ટીમે ચારમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. અમેરિકાએ પરાજય સાથે શરૂઆત કર્યા બાદ કુલ ચારમાંથી ત્રણ મેચ જીતી હતી અને આ રીતે વન ડે દરજ્જો મેળવ્યો હતો. તે 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નામીબિયા, હોંગકોંગ, કેનેડા અને પાપુઆ ન્યૂ ગિની ક્રમશઃ ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...