Asian Athletics : પીયુ ચિત્રાએ અપાવ્યો ત્રીજો ગોલ્ડ, અંતિમ દિવસે બે સિલ્વર પણ મળ્યા

એશિયન એથલેટિક્સમાં ભારતે આ વર્ષે કુલ 18 મેડલ જીત્યા જેમાં 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે, વર્ષ 2017માં ભારત 29 મેડલ જીતીને ટોચના સ્થાને રહ્યું હતું 
 

Asian Athletics : પીયુ ચિત્રાએ અપાવ્યો ત્રીજો ગોલ્ડ, અંતિમ દિવસે બે સિલ્વર પણ મળ્યા

દોહાઃ એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભારતે એક ગોલ્ડ અને બે સિલ્વર જીત્યા. આ સાથે જ ભારતના આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેડલ થઈ ગયા છે, જેમાં 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. બુધવારે પીયુ ચિત્રાએ 1500 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. ચેમ્પિયનશિપના ચોથા અને અંતિમ દિવસે ભારત 5 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું છે. પીયુ ચિત્રાએ 2017માં પણ ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. પીયુ ચિત્રા ઉપરાંત બુધવારે અંતિમ દિવસે અજય કુમાર સરોજે પુરુષ 1500 મીટર અને પુરુષ તથા મહિલા 4X400 રીલે ટીમોએ સિલ્વર મેડલ જીત્યો હતો. 

ભારતની સ્થિતિ
દુતી ચંદે મહિલાઓની 200મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, અંતિમ દિવસે ભારતના કુલ 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ થયા છે. ભારતીય ટીમે 18 મેડલ જીત્યા છે. ભારતે 2017માં ભૂવનેશ્વરમાં 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે કુલ 29 મેડલ જીત્યા હતા અને સ્પર્ધામાં ટોચના સ્થાને રહ્યું હતું. 

પ્રથમ ચાર દેશ
1.બહેરીનઃ 11 ગોલ્ડ, 7 સિલ્વર, 4 બ્રોન્ઝ 
2. ચીનઃ 10 ગોલ્ડ, 12 સિલ્વર, 8 બ્રોન્ઝ
3. જાપાનઃ 5 ગોલ્ડ, 4 સિલ્વર, 9 બ્રોન્ઝ
4. ભારતઃ 3 ગોલ્ડ, 8 સિલ્વર, 7 બ્રોન્ઝ 

પીયુએ અપાવ્ય ભારતને ત્રીજો ગોલ્ડ
પીયુ ચિત્રાએ બહેરીની દોડવીર ટાઈગેસ્ટ ગાશોને ફિનિશિંગ લાઈનથી થોડા મીટર પહેલાં જ પાછળ રાખીને ખલીફા સ્ટેડિયમમાં 4 મિનિટ, 14.56 સેકન્ડમાં 1500મી.ની રીલે સ્પર્ધા જીતી લીધી હતી. ચેમ્પિયનશિપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ હતો. આ અગાઉ ગોમતી એમ. (મહિલા 800 મી.) પ્રથમ અને તેજિંદર પાલ સિંહ (પુરુષ શોટ પૂટ) સોમવારે બીજા દિવસે બીજો ગોલ્ડ જીત્યો હતો. 1500મી. રીલેમાં બહેરીનની ટાઈગેસ્ટે 4:14:81 સમય સાથે સિલ્વર, જ્યારે બહેરીનની મુટિલ વિનફ્રેન્ડ યાવીએ 4:16:18 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

અંતિમ દિવસે બે સિલ્વર મેડલ 
પુરુષ વર્ગમાં સરોજે 3:43:18 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. બહેરીનના અબ્રાહમ કિપચિરચિર રોટિચે 3:42:85 સેકન્ડ સાથે પ્રથમ સ્થાન પર રહ્યો હતો. આ ઉપરાંત પ્રાચી, પૂવમ્મા, સરિતા ગાયકવાડ અને વી.કે. વિસમયાની ભારતીય ટીમે 4X400 મહિલા રીલેમાં 3:32:21 સેકન્ડ સાથે બહેરીનની ટીમથી 32:10 સેકન્ડ પાછળ રહીને બીજા સ્થાને રહી હતી. કુન્હુ મોહમ્મદ, કે.એસ. જીવણ, મોહમ્મદ અનસ અને આરોકિયા રાજીવની 4X400ની પુરુષોની ભારતીય રીલે ટીમ પણ 3:03:28 સેકન્ડ સાથે ગોલ્ડની દોડમાં જાપાન સામે 3:21:94 સેકન્ડથી હારી ગઈ અને તેમને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news