નવી દિલ્હીઃ યૂરો કપ-2020ના એક મુકાબલા દરમિયાન તે સમયે બધાના શ્વાસ રોકાય ગયા, જ્યારે ડેમાર્કના દિગ્ગજ મિડફીલ્ડર ક્રિશ્ચન ઇરિક્સન અચાનક મેદાન પર બેભાન થઈને પડી ગયો. આ મેચ ફિનલેન્ડ અને ડેનમાર્ક વચ્ચે રમાઈ રહી હતી. ઇનરિક્સ મેદાન પર બેભાન થઈને પડી ગયો તો બન્ને ટીમોના ખેલાડીઓ અને ફીલ્ડ રેફરીએ મેચ રોકી મેડિકલ સહાયતા ઉપલબ્ધ કરાવી. તેને મેદાન પર સીપીઆર આપવામાં આવ્યું અને પછી સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો. 


મેચને તત્કાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ ઘટના પ્રથમ હાફ પૂરો થવાની થોડી મિનિટો પહેલા બની હતી. એરિક્સન મેદાનના કિનારા પાસે જમીન પર પડી ગયો. ઈંગ્લિશ રેફરી એંથની ટેલરે મેડિક્સને પિચ પર બોલાવ્યા અને એરિક્સનની લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી. તેની ટીમના સાથીઓએ તેને ગોપનીયતા આપવા માટે તેની ચારે તરફ એક દીવાલ બનાવી કારણ કે મેડિક્સે તેની સારવાર કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube