Umesh Yadav એ કરી વિરાટ કોહલીના રેકોર્ડની બરોબરી, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રીને પાછળ છોડ્યા
Umesh Yadav equals Virat Kohlis record ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં માત્ર સ્પિનરોનો દબદબો રહ્યો પરંતુ આ વચ્ચે ઉમેશ યાદવે પોતાની નાની ઈનિંગથી દર્શકોનું મનોરંજન કર્યું. ઉમેશ યાદવે આ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડની બરોબરી કરી છે.
ઈન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ત્રીજા ટેસ્ટન પ્રથમ દિવસ સમાપ્ત થયો છે. રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમ માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી ઉમેશ યાદવે નાની ઈનિંગ રમીને ફેન્સનું મનોરંજન કર્યું અને આ દરમિયાન તેણે વિરાટ કોહલીના એક રેકોર્ડની બરોબરી કરી છે. ઉમેશ યાદવ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે અને તેણે ભારતની ખરાબ સ્થિતિમાં દબાવનો અનુભવ કર્યો નહીં. ઉમેશ યાદવે મેથ્યૂ કુહનેમન અને ટોડ મર્ફીના બોલ પર સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ મહાન રેકોર્ડ, કપિલ દેવ પછી આવું કરનાર બીજા ભારતીય બન્યા
યુવી-શાસ્ત્રીને પાછળ છોડ્યા
આ રીતે ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના છગ્ગાની સંખ્યાને 24 પર પહોંચાડી અને વિરાટ કોહલીની બરોબરી કરી. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 24 સિક્સ ફટકારી છે. તો ઉમેશ યાદવે પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહને પાછળ છોડી દીધા છે. રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહે ટેસ્ટ કરિયરમાં 22-22 સિક્સ ફટકારી હતી.
નોંધનીય છે કે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના નામે નોંધાયેલો છે. સેહવાગે પોતાના ટેસ્ટ કરિયરમાં 91 સિક્સ ફટકારી છે. આ લિસ્ટમાં બીજા સ્થાન પર પૂર્વ કેપ્ટન એમએસ ધોની 78 સિક્સ સાથે છે. સચિન તેંડુલકર 69 સિક્સ સાથે આ ક્રમમાં ત્રીજા સ્થાને છે. તો રોહિત શર્મા (68) અને કપિલ દેવ (61) ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાને છે.
આ પણ વાંચો- IND vs AUS: ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસે 14 વિકેટ પડી, ભારત 109/10, ઓસ્ટ્રેલિયા 156/4
ભારતની સ્થિતિ ખરાબ
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભારતને 109 રને ઓલઆઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 54 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 156 રન બનાવી લીધા છે. પ્રથમ ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા 47 રન આગળ છે અને તેની છ વિકેટ બાકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube