IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ મહાન રેકોર્ડ, કપિલ દેવ પછી આવું કરનાર બીજા ભારતીય બન્યા

Ravindra Jadeja: ભારતીય ક્રિકેટ ટીમના ડેશિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે કપિલ દેવ સાથે અનોખી ક્લબમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ મહાન રેકોર્ડ, કપિલ દેવ પછી આવું કરનાર બીજા ભારતીય બન્યા

IND vs AUS 3rd Test Match: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અત્યારે શાનદાર ફોર્મમાં છે. રવિન્દ્ર જાડેજા એશિયા કપ 2022 થી ટીમની બહાર ચાલી રહ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી જ ટીમમાં પાછો ફર્યો છે અને એક પછી એક ઘણા રેકોર્ડ બની રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ રવિન્દ્ર જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ મહાન રેકોર્ડ 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઈન્દોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ વિકેટ મળ્યા બાદ જાડેજાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટ્રેવિસ હેડની વિકેટ લઈને જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને પોતાની 500 વિકેટ પણ પૂરી કરી લીધી.

કપિલ દેવ સાથે અનોખી ક્લબમાં એન્ટ્રી
રવિન્દ્ર જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે 500 વિકેટ અને 5000થી વધુ રન છે. હવે તે કપિલ દેવ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન અને 500 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ બે ખેલાડીઓ સિવાય આ યાદીમાં કોઈ ભારતીય ખેલાડી સામેલ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી આ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીનો સૌથી સફળ બોલર પણ રહ્યો છે.

કપિલ દેવના આશ્ચર્યજનક આંકડા
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ ભારતના સૌથી સફળ ઓલરાઉન્ડર છે. તેણે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે રમી છે. ટેસ્ટમાં કપિલ દેવે 5248 રન અને 434 વિકેટો જ્યારે વનડેમાં 3783 રન અને 253 વિકેટ ઝડપી હતી. કપિલ દેવ જ હતા જેમણે પોતાની કપ્તાનીમાં ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news