નવી દિલ્હીઃ Umesh Yadav highest strike rate of Test History: રાંચીના જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આફ્રિકા વિરુદ્ધ ઉમેશ યાદવ ક્યારે બોલરથી બેટ્સમેન બની ગયો ખ્યાલ જ ન આવ્યો. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં નવમાં ક્રમ પર ઉતરેલા ઉમેશ યાદવે પ્રથમ બોલથી સિક્સ ફટકારવાનું શરૂ કર્યું હતું. ઈનિંગના પ્રથમ બે બોલ પર ઉમેશે સતત બે છગ્ગા ફટકાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેશની તોફાની ઈનિંગ
ઉમેશ યાદવ મૂળ રૂપથી બોલર છે, તેણે આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 10 બોલનો સામનો કર્યો જેમાં તેણે 31 રન બનાવ્યા હતા. ઉમેશ યાદવે પોતાની આ તોફાની ઈનિંગમાં એક બાદ એક કુલ 5 છગ્ગા ફટકાર્યા હતા. 9 બોલમાં 31 રન બનાવી રમી રહેલ ઉમેશ યાદવ છઠ્ઠો છગ્ગો ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. 


મહત્વનું છે કે ઉમેશ યાદવે આ મુકાબલામાં 310ની સ્ટ્રાઇકરેટથી રન બનાવ્યા, જે કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે, જેણે ઓછામાં ઓછો 10 બોલનો સામનો કર્યો હોય. ઉમેશ યાદવ પહેલા કોઈ ખેલાડી 10 બોલમાં આટલા રન બનાવી શક્યો નથી. ઉમેશ યાદવે તમામ છગ્ગા જોર્ડ લિન્ડે વિરુદ્ધ લગાવ્યા અને આ બેમિસાલ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

એક સિરીઝ, ત્રણ મેચ, ત્રણેયમાં બેવડી સદી, ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર કર્યું આ કામ


પ્રથમ બે બોલ પર બે સિક્સ ફટકારનાર ત્રીજો ખેલાડી
31 વર્ષીય ઉમેશ યાદવ ટેસ્ટ મેચોની પ્રથમ બે બોલ પર બે છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. ઉમેશ યાદવ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે વર્ષ 2013મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે તેની પહેલા વર્ષ 1948મા આ કમાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફોફી વિલિયમ્સે કર્યો હતો. આ સિવાય એક ઈનિંગમાં ચોગ્ગો ફટકાર્યા વિના પાંચ છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.