World Cup 2023: વર્લ્ડકપ 2023 માટે દરેક દેશ તૈયાર છે. ત્યારે ટીમ ઈન્ડિયામાં અચાનક એક એવો ઘાતક અને ખતરનાક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પોતાના દમ પર ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે 2023નો ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતના ઘર આંગણે રમાવાનો છે. હવે ટીમ ઈન્ડિયામાં એક એવો ખેલાડી આવી ગયો છે, જે આઈસીસી ટૂર્નામેન્ટના 10 વર્ષના ભારતના દુકાળને ખતમ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખતરનાક ખેલાડી 2023 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ
ફાસ્ટ બોલર ઝહીર ખાને જે રીતે 2011 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ 21 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તે જ રીતે ફાસ્ટ બોલર ઉમરાન મલિક પણ ભારતને ટ્રોફી જીતાડવામાં મોટી ભૂમિકા ભજવશે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી T20 શ્રેણીમાં 7 વિકેટ લઈને વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરવામાં સફળ રહ્યો છે.


Hockey World Cup: વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત, હાર્દિક-અમિતના દમે સ્પેનને કચડ્યું


હવે ભારતની ટ્રોફી પાક્કી!
શ્રીલંકા સામેની વર્તમાન ODI શ્રેણીની પ્રથમ બે મેચોમાં ઉમરાન મલિકે ગુવાહાટીમાં 3 અને કોલકાતામાં 2 વિકેટ લઈને ભારતને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ અપાવી હતી. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહનું માનવું છે કે ઉમરાન મલિક 2023 વર્લ્ડકપ માટે તૈયાર છે. આરપી સિંહે કહ્યું, 'જો તમે વર્તમાન પરિસ્થિતિ પર નજર નાખો તો ઝડપ અને પ્રતિભાના દૃષ્ટિકોણથી ઉમરાન મલિક ધીમે ધીમે સુધરી રહ્યો છે અને તે ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી રમી શકે છે. જો તમારી પાસે એવો બોલર છે જે 150 પ્લસ સ્પીડથી બોલિંગ કરી શકે અને તેને વધારી શકે છે અને તે સારી પ્રતિભા સાથે સારી બોલિંગ કરે છે.


ગુજરાતની જીવાદોરી સમાન અનેક નદીઓ પ્રદૂષિત, જાણો કઈ-કઈ નદી છે દુષિત લિસ્ટની યાદીમાં..


જોરદાર કહેર વરસાવી રહ્યો છે આ ખેલાડી
ઉમરાન મલિક સિવાય યુવા જમણા હાથના ઝડપી બોલર શિવમ માવીએ પોતાની ટી20 કરિયરની સારી શરૂઆત કરી, મુંબઈમાં શ્રીલંકા સામે 4/22 વિકેટ લીધી. જો કે તેના પછીની બે ટી20 મેચોમાં કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ આરપી સિંહને લાગે છે કે માવીને 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ ફોર્મેટ માટે ટીમમાં રાખવામાં આવી શકે છે. 


15 જ દિવસમાં ગુજરાત વિદ્યાપીઠ ગંદકીનો ઉકરડો બની! દ્રશ્યો જોઈને રાજ્યપાલ વ્યથિત!


આરપી સિંહે કહ્યું, 'તે ઉત્તર પ્રદેશની ટીમનો ભાગ રહ્યો છે અને મેં તેમને તેમની એકેડમીમાં ઘણી વખત જોયો છે. તે ઇનસ્વિંગર છે અને તેની સાથે પેસ પણ છે, પરંતુ ટી-20 બોલરમાં હું યોર્કરની જેમ ત્રણથી ચાર વસ્તુઓ જોઉં છું, જે માવી માટે એટલું બરાબર નથી. તેની પાસે યોર્કર છે, પરંતુ તે દસમાંથી માત્ર ચાર વખત થાય છે. આ કંઈક એવું છે જેમાં સુધારવાની જરૂર છે.