ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેનાથી બધા દૂર ભાગે, એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામે
ક્રિકેટની દુનિયાના દરેક ખેલાડી મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરવા માંગતા હોય છે પરંતુ આ 4 રેકોર્ડ એવા છે જે કોઈ ક્રિકેટ તેમના નામે થાય તેવું જરાય નહીં ઈચ્છે. આ 4 રેકોર્ડ નિષ્ફળતાની નિશાની મનાય છે. જાણો આ રેકોર્ડ વિશે અને કોના નામે છે તે પણ.
વર્લ્ડ ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ એવા છે જે દુનિયાના કોઈ ક્રિકેટર પોતાના નામે થાય તેવું નહીં ઈચ્છે. જે પણ ક્રિકેટરના નામ સાથે આ 4 રેકોર્ડ્સનું કનેક્શન છે જેમણે શરમનો સામનો કરવો પડ્યો છે. ક્રિકેટની દુનિયાના દરેક ખેલાડી મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરવા માંગતા હોય છે પરંતુ આ 4 રેકોર્ડ એવા છે જે કોઈ ક્રિકેટ તેમના નામે થાય તેવું જરાય નહીં ઈચ્છે. આ 4 રેકોર્ડ નિષ્ફળતાની નિશાની મનાય છે. જાણો આ રેકોર્ડ વિશે અને કોના નામે છે તે પણ.
1. સૌથી વધુ ઝીરો પર આઉટ થવાનો રેકોર્ડ
મુથૈયા મુરલીધરને શ્રીલંકાના ક્રિકેટની તસવીર સંપૂર્ણ રીતે બદલી નાખી હતી. મુથૈયા મુરલીધરને ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1347 વિકેટ લઈને ખુબ નામના મેળવી હોય પરંતુ એક શરમજનક રેકોર્ડ એવો છે જે તેમના નામની સાથે હજુ સુધી જોડાયેલો છે. મુથૈયા મુરલીધરન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેન છે. મુથૈયા મુરલીધરન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાર 59 વખત શૂન્ય પર આઉટ થયા છે.
2. સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝનો રેકોર્ડ
દુનિયાના કોઈ પણ ક્રિકેટર આ રેકોર્ડ પોતાના નામે થાય તેવું નહીં ઈચ્છે. જ્યારે કોઈ બેટ્સમેન કોઈ ઈનિંગ દરમિયાન 90થી 99 રન વચ્ચે આઉટ થઈ જાય તો તેને નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યો તેમ કહેવાય છે. ઈન્ટરનેશનલ ક્રિેકટમાં સદી ફટકારવવાની ઈચ્છા દરેક ખેલાડીની હોય છે. સચિન તેંડુલકરને સદી બનાવવાના મહારથી માનવામાં આવતા હતા. પરંતુ તેઓ પોતાની કરિયરમાં સૌથી વધુ નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યા છે. સચિન તેંડુલકર દુનિયામાં સૌથી વધુ વખત એટલે કે 29 વાર નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યા છે. સચિન ટેસ્ટમાં 18 અને વનડેમાં 10વાર નર્વસ નાઈન્ટીઝનો ભોગ બન્યા છે.
3. એક ઓવરમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ
ટી20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ વખત રન આપવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડના નામે છે. 2007 ટી20 વર્લ્ડ કપ વખતે સ્ટુઅર્ટ બ્રોડે એક ઓવરમાં સૌથી વધુ 36 રન આપ્યા હતા. જ્યારે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નેધરલેન્ડના દાન વૈન બંજે એક ઓવરમાં સૌથી વધુ 36 રન આપ્યા હતા. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના પૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડના નામે સૌથી વધુ 35 રન આપવાનો શરમજનક રેકોર્ડ નોંધાયેલો છે.
4. ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ નો બોલ
ક્રિકેટનું કોઈ પણ ફોર્મેટ હોય પરંતુ વધુ રન આપતા બોલરને ક્યારેય પસંદ કરાતો નથી. પછી તે રન નો બોલ તરીકે આપે તો પણ તેને ખરાબ જ ગણવામાં આવે છે. કારણ કે તે બોલ પર બેટ્સમેન આઉટ થાય તો પણ નોટઆઉટ અપાય તેવી શક્યતા રહે છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ વખત નોબોલ ફેંકવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કર્ટલે એમ્બ્રોસના નામે છે. આણ છતાં તેઓ પોતાના કેપ્ટનોના સૌથી વધુ ફેવરેટ બોલર હતા. ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ લેનારા ખતરનાક બોલર એમ્બ્રોઝે એક ઓવરમાં 9 નો બોલ નાખ્યા હતા. આ ઓવર 15 બોલની થઈ હતી. જે ટેસ્ટ ક્રિકેટની રેકોર્ડ બુકમાં સૌથી લાંબી ઓવર તરીકે નોંધાયેલી છે. જો કે એમ્બ્રોઝના આ ખરાબ પ્રદર્શનની અસર મેચ પર ન પડી અને વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. એમ્બ્રોસ ઈનિંગમાં 5 વિકેટ લેવાના કારણે મેન ઓફ ધી મેચ પસંદ કરાયા હતા.