નવી દિલ્હીઃ દેશમાં આ સમયે લોકસભા ચૂંટણી  (Lok Sabha Elections 2019) ચાલી રહી છે. રવિવાર (12 મે)એ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. સરકાર, વિપક્ષી પાર્ટીથી લઈને ઘણા સામાજીક સંગઠન સુધી બધા પ્રયાસ કરી રહ્યાં છે કે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય. આ માટે વિભિન્ન રમતોના દિગ્ગજો પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યાં છે. આ કડીમાં એવી ખેલાડીએ લોકોને મત આપવાની અપીલ કરી, જે પોતે મતદાન કરી શકે તેમ નથી. આ ખેલાડી વિશ્વ કપ શૂટિંગથી લઈને કોમનવેલ્થ ગેમ્સ સુધી ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. નામ છે મનુ ભાકર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાની શૂટર મનુ ભાકર (Manu Bhaker)એ શનિવાર (11 મે)ના એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે કહ્યું, વોટિંગ ડે. આ મોટો દિવસ છે. હું 17 વર્ષની છું અને મતદાન ન કરી શકું. પરંતુ તમે મતદાન કરી શકો છે. વિકાસ માટે મતદાન કરો. તમે બધા સારી રીતે જાણો છો કે, તમારા વિસ્તાર અને રાજ્ય માટે સારૂ શું છે. 


મનુ ભાકર વીડિયોમાં કહે છે, 'નમસ્તે. હું મનુ ભાકર છું. ભારતીય શૂટર. આશા કરૂ છું કે તમે આવનારી ચૂંટણીમાં મતદાન કરશો. હું તમને અપીલ કરુ છું કે વધુમાં વધુ સંખ્યામાં જાઓ અને તમારા પસંદગીના ઉમેદવારને મત આપો અને તમારા ક્ષેત્ર અને દેશના વિકાસમાં ભાગીદાર બનો. મારૂ હજુ સુધી મતદાર કાર્ડ બન્યું નથી. હું ઈચ્છીશ કે તમે બધા લોકો મતદાન જરૂર કરો. જય હિંદ જય ભારત.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર