VIDEO: ટી10 ક્રિકેટ લીગના ફાઇનલ પહેલા આફરીદી આવ્યો રંગમાં, કરી તોફાની બેટિંગ
ટી10 લીગ ક્વોલિફાયર ફાઇનલ મેચમાં પખ્તૂન્સના કેપ્ટન શાહિદ અફરીદીએ નોર્દર્ન વોરિયર્સ વિરુદ્ધ 17 બોલમાં 59 રન ફટકાર્યા હતા.
શારજાહઃ ટી10 લીગની બીજી સિઝનના ફાઇનલમાં નોર્દર્ન વોરિયર્સનો મુકાબલો પખ્તૂન્સ સામે થશે. બંન્ને ટીમો સુપર લીગની ટોપ ટીમ છે. આ બંન્ને ટીમોએ સામસામે પહેલા ક્વોલિફાયર વન અને ટૂનો મેચ રમ્યો હતો. જેમાં પખ્તૂન્સે વોરિયર્સને હરાવ્યું હતું. શનિવારે નોર્દર્ન વોરિયર્સ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં શાહિદ અફરીદીએ 17 બોલમાં 59 રનની ઈનિંગ રમી અને પોતાની ટીમ પખ્તૂન્સને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.
અફરીદીની આ ઈનિંગમાં 7 સિક્સ અને 3 ફોર સામેલ હતા. બંન્ને ટીમો વચ્ચે ક્વોલિફાયર ફાઇનલ મુકાબલામાં પખ્તૂન્સે નોર્દર્ન વોરિયર્સને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું હતું. આ મેચમાં પખ્તૂન્સે તોફાની બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નોર્દર્ન વોરિયર્સે 122 રન બનાવી શકી અને 13 રનથી મેચ હારી ગઈ હતી.
ખરાબ શરૂઆત બાદ છવાયો અફરીદી
નોર્દર્ન વોરિયર્સના કેપ્ટન ડેરેન સેમીએ ટોસ જીતીને પખ્તૂન્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પખ્તૂન્સની શરૂઆત ખરાબ રહી અને મેચની બીજી ઓવરમાં કૈમરોન ડેલપોર્ટ (5) રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. તે સમયે પખ્તૂન્સનો સ્કોર 9 રન હતો. ત્યારબાદ ફ્લેચર (14) પર આઉટ થયો અને ટીમે 57 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન અફરીદીએ મોરચો સંભાળ્યો અને તોફાની બેટિંગ કરતા 17 બોલમાં 59 રન બનાવતા ટીમનો સ્કોર 135 પર પહોંચાડી દીધો હતો. અફરીદીએ લિયામ ડોસન (15)ની સાથે પાંચમી વિકેટ માટે 57 રન જોડ્યા હતા.
નોંધનીય છે કે, ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5 છે. નોર્દન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક છે, જેણે ટી-10 ક્રિકેટ લીગની આ સિઝનમાં પર્દાપણ કર્યું છે. ઝી5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડનું એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે, જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
નોર્દન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5
આ દિવસોમાં યૂએઈમાં ટી10 લીગની બીજી સિઝન ચાલી રહી છે. રવિવારે રાત્રે (2 ડિસેમ્બર) તેની ફાઇનલ નોર્દર્ન વોરિયર્સ અને પખ્તૂન્સ વચ્ચે રમાશે. ટી10 ક્રિકેટ લીગની બીજી સિઝનમાં નોર્દર્ન વોરિયર્સનું ટાઇટલ સ્પોન્સર ZEE5 છે. નોર્દર્ન વોરિયર્સ તે ત્રણ ટીમોમાંથી એક ટીમ છે, જેણે આ વર્ષે ટી10 ક્રિકેટ લીગમાં પર્દાપણ કર્યું છે. ZEE5, જી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડની એક ગ્લોબલ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ છે. જેને હાલમાં 190+ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્દર્ન વોરિયર્સના કો-ઓવનર મોહમ્મદ મોરાની છે. તેમણે કહ્યું કે, ટી10 ક્રિકેટ એ 90 મિનિટ એન્ટરટેઇનમેન્ટનું થ્રિલર છે. તે માસને આકર્ષે છે. તેણે બીજી સિઝનમાં ઘણી સફળતા મેળવી છે. આ અંગે વાત કરતા ZEE5 ચીફ બિઝનેસ ઓફિસર (ગ્લોબલ) અર્ચના આનંદે જણાવ્યું કે, નાર્દર્ન વોરિયર્સના ટાઇટલ સ્પોન્સર તરીકે અમે રોમાંચ અનુભવી રહ્યાં છીએ. ટીમમાં ટેલેન્ડેટ ક્રિકેટરો છે, જેણે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.