નવી દિલ્હી: ઇંગ્લેડ વિરૂદ્ધ પહેલી ટેસ્ટમાં સંકટમાં ફસાયેલી ટીમ ઇન્ડીયાને કેપ્તન વિરાટ કોહલીએ ફરી એકવાર તારી લીધી. એક તરફ વિકેટ પડી રહી હતી, પરંતુ બીજા છેડે વિરાટ એકલા ટકી રહ્યો હતો. તેણે 149 રનોની સાહસિક ઇનિંગ રમીને પોતાની ટીમને સંકટમાંથી ઉગારી લીધી, પરંતુ 287 રનોની લીડને ઘટાડીને 13 રન પણ કરી દીધા. જોકે આ ઇનિંગમાં વિરાટને બે જીવતદાન પણ મળ્યા. પરંતુ આ બધી મુસીબતોને પાછળ છોડતાં વિરાટે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે હાલમાં સફળ બેટ્સમેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇગ્લેંડના 2014ના દૌરમાં વિરાટ કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા, પરંતુ તેમણે આ દૌરની શરૂઆત ધમાકેદાર રીતે કરી. ઇગ્લેંડના ઘણા દિગ્ગજ એમ કહી ચૂક્યા હતા, કે તે આ વખતે પણ સફળ નહી રહે, પરંતુ વિરાટે આ વખતે શતકથી શરૂઆત કરી બતાવી દીધું છે કે તે આગળ પણ ઇગ્લેંડના બોલરોને હંફાવતા જોવા મળ્યા. 


ભારતીય ઇનિંગની શરૂઆત સારી રહી. પહેલી વિકેટ માટે 50 રન ઉમેર્યા, પરંતુ ત્યારબાદ કોઇપણ બેટ્સમેન સફળ ન રહ્યો. ફક્ત વિરાટ કોહલી એક છેડે ટકી રહ્યો. ઇનિંગની 65મી ઓવરમાં બેન સ્ટોક્સના ચોથા બોલ પર વિરાટે શાનદાર બાઉંડ્રી લગાવી પોતાની સદી પુરી કરી. સદી પુરી કર્યા બાદ તેમણે પોતાના ગળામાં પડેલી વીંટી કાઢીને ચૂમી અને પોતાની પત્ની અનુષકાને યાદ કરી. તેના આ અંદાજ પર કોમેટ્રી કરતાં આશીષ નેહરાએ ફીરકી લેતાં કહ્યું કે હેપ્પી વાઇફ તો હેપ્પી લાઇફ. 



વિરાટ આ સદીને પુરી કર્યા બાદ પણ અટક્યો નહી. ત્યારબાદ તેણે 149 રન બનાવ્યા. જ્યારે ટીમ ઇગ્લેંડના સ્કોરથી 13 રન પાછળ હતી, તે સમયે વિરાટ કોહલી રાશિદના બોલ પર આઉટ થઇ ગયો. આ પ્રકારે ભારતીય ઇનિંગ 274 રનોમાં સમેટાઇ ગઇ.