બેટિંગ કોચ વિક્રમ રાઠોરે રિષભ પંત અને રોહિત શર્માની કરી પ્રશંસા
છેલ્લા કેટલાક મહિનાથી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની તે વાતને લઈને ખુબ આલોચના થઈ રહી છે કે તે ખરાબ શોટ રમીને આઉટ થઈ જાય છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોરે (Vikram Rathour) રિષભ પંત (Rishabh Pant) અને રોહિત શર્માની (Rohit Sharma) પ્રશંસા કરી છે. મોહાલીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાનારી ત્રણ મેચોની સિરીઝની બીજી ટી20 મેચના એક દિવસ પહેલા વિક્રમ રાઠોરે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં વિક્રમ રાઠોરે કહ્યું કે, રિષભ પંત પોતાના શોટ્સને કારણે ખાસ છે, જ્યારે રોહિત શર્મા દરેક ફોર્મેટમાં દમદાર ખેલાડી છે.
છેલ્લા કેટલાક મહિનાથી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની તે વાતને લઈને ખુબ આલોચના થઈ રહી છે કે તે ખરાબ શોટ રમીને આઉટ થઈ જાય છે. રિષભ પંત જવાબદારી સાથે બેટિંગ કરી રહ્યો નથી. આ સવાલના જવાબમાં પૂર્વ પસંદગીકાર વિક્રમ રાઠોરે કહ્યું કે, ફીયરલેસ ક્રિકેટર અને ક્રેયરલેસ ક્રિકેટમાં ખુબ અંતર હોય છે.
વિક્રમ રાઠોરે કહ્યું, 'તમામ યુવા ખેલાડીઓએ તે વાત સમજવી પડશે કે ફીયરલેસ ક્રિકેટ અને કેયરલેસ ક્રિકેટમાં ખુબ અંતર હોય છે. ટીમ ઈચ્છે છે કે તે કોઈ ડર વગર ક્રિકેટ રમે. અમે ઈચ્છીએ છીએ કે રિષભ પંત તે શોટ્સ રમે, જેના માટે તે જાણીતો છે, પરંતુ અમે ઈચ્છતા નથી કે કોઈ બેટ્સમેન બેજવાબદાર બને.'
એન્ટી કરપ્શન યૂનિટની સલાહ- ક્રિકેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટાને કાયદેસર કરવા પર વિચાર કરો
તો જ્યારે વિક્રમ રાઠોરને રોહિત શર્માના ટેસ્ટમાં ઓપનિંગ કરવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો કહ્યું, 'હું વિચારુ છું કે તે કોઈપણ ટીમ માટે ખુબ સારો ખેલાડી છે. ટીમના દરેક ખેલાડીએ તે વાતનું સમર્થન કર્યું છે કે રોહિત શર્માએ ઓપન કરવુ જોઈએ. જ્યારે રોહિત શર્મા લિમિટેડ ઓવરમાં આટલો સારો ઓપનિંગ બેટ્સમેન છે તો ટેસ્ટ ક્રિકેટમાં કેમ સફળ ખેલાડી ન બની શકે. જો તેણે ટીમના ગેમ પ્લાનને યોગ્ય રીતે નિભાવ્યો તો ટીમ માટે અને તેના માટે ઘણું સારૂ થશે.'