ભારતીય રેસલર વિનેશ ફોગાટ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડસ માટે નોમિનેટ
વિનેશ ફોગાટ લોરિય, વર્લ્ડ કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ થનારી પ્રથમ ભારતીય ખેલાડી છે.
મોનાકો (ફ્રાન્સ): ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટ ગુરૂવારે પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકન થનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. વિનેશને મહાન ગોલ્ફર ટાઇગર વુડ્સની સાથે વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં નામાકંન કરવામાં આવી છે. 24 વર્ષીય વિનેશ આ એવોર્ડ માટે પસંદ થનારી એકમાત્ર ભારતીય એથલીટ છે. હરિયાણાની વિનેશને અર્જુન એવોર્ડ મલી ચુક્યો છે.
ભિવાનીની ફોગાટે 2018માં ધમાકેદાર વાપસી કરતા એશિયન ગેમ્સ અને 21મી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2016માં રિયો ઓલંમ્પિકના ક્વાર્ટર ફાઇનલ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ પહેલા 2004માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની સાથે લોરિયસ સ્પોર્ટ્સ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો. બંન્ને ટીમોને બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતના સ્પોર્ટ્સ એનજીઓ મૈજિક બસને પણ 2014માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
VIDEO: ભુવીએ ફિન્ચને સતત ત્રીજીવાર બનાવ્યો શિકાર, આ વખતે કર્યો LBW
વિનેશ અને વુડ્સ સિવાય વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં જાપાનના યૂઝૂરૂ હાનયૂ, કેનેડાના માર્ક મૈકમોરિસ, નેધરલેન્ડના બિલિયન મેન્ટલ સ્પી અને અને અમેરિકાના લિંડ્સ વોનનું નામાંકન થયું છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ માટે વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ, ઈંગ્લેન્ડના એફ-1 રેસર લુઈસ હૈમિલ્ટન, ફ્રાન્સના ફુટબોલ સ્ટાર કિલિયન એમ્બાપ્પે અને ક્રોએશિયાના ફુટબોલ ખેલાડી લુકા મોડ્રિચને નામાંતિક કરવામાં આવ્યા છે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટર્સવુમન ઓફ ધ યર માટે અમેરિકાની જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ, રોમાનિયાની ટેનિસ ખેલાડી સિમોના હાલેપ અને જર્મનની એન્જલિક કેર્બર જેવા ખેલાડીઓને નામાંતિક કર્યા છે.
INDvsAUS: મેલબોર્ન વનડેમાં વિજય શંકરે કર્યું પર્દાપણ, 226મો odi ખેલાડી બન્યો
ગત વર્ષે રૂસમાં ફીફા વિશ્વકપનું ટાઇટલ જીતનાર ફ્રાન્સની ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ ઇયર માટે નામાંકિત કરવામાં આવી છે. વિજેતાઓની જાહેરાત 18 ફેબ્રુઆરીએ અહીં યોજાનારા વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ સમારોહમાં કરવામાં આવશે. વિજેતાની પસંદગી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમીના 66 સભ્યો કરશે.