નવી દિલ્હીઃ ભારતની ટોચની રેસલર વિનેશ ફોગાટે વારસામાં પોલેન્ડ ઓપન કુશ્તી ટૂર્નામેન્ટમાં મહિલાઓના 53 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ભાર વર્ગમાં તેનો સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે. આ 24 વર્ષીય ખેલાડીએ ફાઇનલમાં સ્થાનિક રેસલર રૂકસાનાને 3-2થી પરાજય આપ્યો હતો. 


વિનેશે આ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિકન બ્રોન્ઝ મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મૈટસનને હરાવી હતી. આ ભારતીય રેસલરે પાછલા મહિને સ્પેનમાં ગ્રાં પ્રી અને તુર્કીના ઇસ્તામ્બુલમાં યાસર દોગુ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.