જકાર્તાઃ ભારતની મહિલા બોક્સર વિનેશ ફોગટે 18મી એશિયન ગેમ્સમાં બીજા દિવસે સોમવારે 50 કિલોગ્રામ વર્ગ ફ્રીસ્ટાઇલ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજીતરફ રિયો ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને રાષ્ટ્રમંડળ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા પૂજા ઢાંડાને સેમીફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંન્ને ખેલાડીઓ બ્રોન્ઝ મેડલના મેચમાં ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગમાં દુખાવાની સમસ્યાનો સામનો કરી રહેલી વિનેશે ઉઝ્બેકિસ્તાનની દાઉલેતબાઇક વાઇને સેમીફાઇનલમાં ટેક્નિકલ સુપિરિયોરિટીના આધાર પર 10-0થી પરાજય આપ્યો છે. 


વિનેશે ઇંચિયોન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તે 2018 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર તથા 2018 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. 


સાક્ષીને સેમીફાઇનલમાં કિર્ગિસ્તાનની આઇસુલુ તેનીબેકોવા વાને 8-7થી પરાજય આપીને ફાઇનલનો દ્વાર બંધ કર્યો હતો. પૂજાને ઉત્તર કોરિયાની મયોંગ સુક જોંકે મહિલાઓની 57 કિલોગ્રામ ભારવર્ગ ફ્રીસ્ટાઇલ સ્પર્ધાના સેમીફાઇનલમાં 10-0થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.