નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર એલન બોર્ડરે આશા વ્યક્ત કરી કે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થી રહેલા આઈસીસી વનડે વિશ્વ કપમાં વિરાટ કોહલી, ઇયોન મોર્ગન અને ફિન્ચ સર્વશ્રેષ્ઠ કેપ્ટન સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાને 1987માં પોતાની આગેવાનીમાં વિશ્વ ચેમ્પિયન બનાવનાર આ દિગ્ગજે કહ્યું કે, આક્રમક શૈલી અને સીધો જવાબ આપવાનું કૌશલ્ય કોહલીને મોર્ગન અને ફિન્ચથી અલગ પ્રકારનો કેપ્ટન બનાવે છે. 


બોર્ડરે ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂને કહ્યું, મને લાગે છે કે વિરાટ કોહલી એક અલગ પ્રકારનો કેપ્ટન છે. તે થોડા આક્રમક ખેલાડી છે અને વિરોધી ટીમને તે અંદાજમાં જવાબ આપવા માટે તૈયાર રહે છે. 


તેમણે કહ્યું, 'વિરોધી ખેલાડીને જાણ હોય છે કે જો તે આવા કેપ્ટન સામે ટકરાશે તો તેને સીધો જવાબ મળશે.' ઓસ્ટ્રેલિયા માટે 178 મેચોમાં આગેવાની કરનાર બોર્ડર મોર્ગનથી પણ પ્રભાવિત છે, જેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ એકદિવસીય ક્રિકેટમાં શિખર પર પહોંચ્યું છે. 



World Cup 2019: સપાટ પિચો પર બોલિંગ કરવાનો અનુભવ છે, એટલે ચિંતા નથીઃ ચહલ


તેમણે કહ્યું, 'મને લાગે છે કે ઈંગ્લેન્ડની ટીમ અસાધારણ રૂપથી સારૂ કરી રહી છે.' તે અલગ પ્રકારની યોજના સાથે રમી રહી છે અને હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે વિશ્વકપમાં તેની યોજના શું કરિશ્મા કરે છે. તે એક ખતરનાક ટીમ છે અને તેની બોલિંગ પણ ગમે તેને દબાવમાં લાવી શકે છે. 


63 વર્ષીય આ પૂર્વ કેપ્ટન મુશ્લેક સ્થિતિમાં ફિન્ચની નેતૃત્વ ક્ષમતાથી પ્રભાવિત છે. તેમણે કહ્યું, એરોન ફિન્ચ શાનદાર કામ કરી રહ્યો છે. ટીમને તેનો સારો સાથ મળી રહ્યો છે અને મને લાગે છે કે, તે તેની આગેવાનીમાં દેખાઇ છે. ટીમમાં દરેકને પોતાની જવાબદારીનો અનુભવ છે.