પીએમ મોદીના ગુરુના સ્થાનક પર જઈને કોહલી ધ્યાનમાં બેઠો, બધુ સારું ચાલે છે તોય કેમ આવું...?
Virat-Anushka in Rishikesh: વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા અને માતા સરોજ કોહલી સાથે ઋષિકેશ ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીની સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ સમાધિ પર 20 મિનિટ સુધી ધ્યાન પણ કર્યું હતું. જણાવી દઈએ કે, આ પહેલા સ્વામી દયાનંદ આશ્રમમાં સુપરસ્ટાર રજનીકાંત સહિત ઘણા કલાકારો અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ સમાધિ સ્થળના દર્શન કરવા આવ્યા ચુક્યાં છે.
Virat-Anushka in Rishikesh: ક્રિકેટની દુનિયામાં રન મશીન અને કિંગ કોહલી તરીકે જાણીતા ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલી અને તેમની લવલાઈફ પણ ખુબ મજેદાર છે. તેઓ ઓન ધ ગ્રાઉન્ડ જેટલાં ચર્ચામાં રહે છે એટલાં જ ચર્ચામાં તેઓ ઓફ ધ ગ્રાઉન્ડ પણ રહે છે. તેનું કારણ તેમની હેપ્પી મેરેજ લાઈફ છે. કારણ કે, સૌ કોઈ જાણે છેકે, જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા તેમની વાઈફ છે. અનુષ્કા પણ બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ સાથે સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ કપલ જેટલું બીગ સેલેબ છે એટલું જ ધાર્મિક અને સહજ પણ છે. તેનો વધુ એક દાખલો હાલમાં જ જોવા મળ્યો. વિરાટ અને અનુષ્કા પીએમ મોદીના ગુરુ ગણાતા સ્વામી દયાનંદ સરસ્વતીની સમાધિએ દર્શન કરવા પહોંચ્યા હતાં. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા અને માતા સરોજ કોહલી સાથે ઋષિકેશ ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીની સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ સમાધિ પર 20 મિનિટ સુધી ધ્યાન પણ કર્યું હતું. જણાવી દઈએ કે, આ પહેલા સ્વામી દયાનંદ આશ્રમમાં સુપરસ્ટાર રજનીકાંત સહિત ઘણા કલાકારો અને રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ સમાધિ સ્થળના દર્શન કરવા આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છેકે, પ્રાપ્ત માહિતી મુજબ વિરાટ, તેની પત્ની અને માતા આશ્રમ આવ્યા છે. તેઓ પરિવાર આશ્રમમાં જ રાત વિતાવશે. વિરાટ કોહલી અને તેનો પરિવાર વિશેષ વિધિમાં ભાગ લેવા માટે આશ્રમ પહોંચ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ વિરાટ, તેની પત્ની અને માતા આશ્રમ આવ્યા છે. તેઓ પરિવાર આશ્રમમાં જ રાત વિતાવશે. વિરાટ કોહલી અને તેનો પરિવાર વિશેષ વિધિમાં ભાગ લેવા માટે આશ્રમ પહોંચ્યા છે.
સોમવારે સવારે વિરાટ કોહલી પરિવાર સાથે ઋષિકેશને અડીને આવેલા યમકેશ્વર વિસ્તારના એક રિસોર્ટમાં પહોંચ્યો હતો. તેના આગમનના સમાચાર કોઈને મળ્યા નહીં. સાંજે વિરાટ, અનુષ્કા શર્મા અને સરોજ કોહલી દયાનંદ આશ્રમ પહોંચ્યા અને આશ્રમના પ્રમુખ સ્વામી સાક્ષાત્કૃતા નંદના આશીર્વાદ લીધા. આ પછી વિરાટે તેના પરિવાર સાથે આશ્રમમાં સ્થિત ભગવાન શિવના મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. સાંજે પરિવારે ઘાટ પર સાંજની ગંગા આરતી પણ કરી હતી. વિરાટે આશ્રમમાં જ પરિવાર સાથે સાત્વિક ભોજન લીધું હતું.