અમદાવાદઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ રવિવારે ઈંગ્લેનડ્ વિરુદ્ધ સિરીઝની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે છગ્ગો ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે. ભારતે આ મુકાબલામાં સાત વિકેટે જીત હાસિલ કરી જેમાં કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ 73 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 49 બોલની પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 


આ પણ વાંચો- IND vs ENG: પર્દાપણ મેચમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, રહાણેની ક્લબમાં થયો સામેલ


સિરીઝની શરૂઆતના મુકાબલા પહેલા કોહલીના નામે ટી20 ક્રિકેટમાં 2928 રન હતા. પ્રથમ મેચમાં તે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ મેચ પહેલા તેણે 86 મેચોની 80 ઈનિંગમાં 49.62ની એવરેજથી રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 138.11ની હતી. કોહલી છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો નથી. પરંતુ આ મુકાબલામાં તે પૂરા રંગમાં જોવા મળ્યા હતા. 


કોહલીએ ક્રિસ જોર્ડન તરફથી ફેંકવામાં આવેલી ઈનિંગની 18મી ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારી ભારતને જીત અપાવી સાથે પોતાના 3000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. 


આ પણ વાંચોઃ INDvsENG T20: કોહલી-કિશનની અડધી સદી, ભારતનો સાત વિકેટે શાનદાર વિજય  


આ સાથે કોહલી ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડ્યો છે. શર્માના નામે 2550+ સ્કોર છે, જેમાં 21 અડધી સદી અને 4 સદી છે. તો કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ટી20માં 26 અડધી સદી છે, તેણે એક પણ સદી ફટકારી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube