નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli) સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક સાથે આઈપીએલ રમનાર તેનો ખાસ મિત્ર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના પોઝિટિવ આવતા હવે ખળભળાટ મચ્યો છે. બિગ  બેશ લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંક્રમણનો ભોગ બનનાર તે 13મો ખેલાડી છે. અત્રે જણાવવાનું કે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ વચ્ચે આઈપીએલ સમયથી ખુબ ગાઢ મિત્રતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીનો બેસ્ટ ફ્રેન્ડ કોરોના પોઝિટિવ
ગ્લેન મેક્સવેલના આવવાથી RCB ની ટીમ હવે બદલાયેલી જોવા મળે છે અને વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ આરસીબીમાં ગ્લેન મેક્સવેલને સામેલ કરવાનો શ્રેય કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો છે. બ્રાયન લારાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે એક વાતચીતમાં કહ્યું હતું કે 'ગ્લેન મેક્સવેલ વર્ષ 2019 અને 2020માં ખુબ જ ખરાબ ફોર્મમાં હતો. એવું લાગતું હતું કે તેની આઈપીએલ કરિયર ખતમ થઈ જશે. હું એક વ્યક્તિનું નામ લેવા માંગુ છું અને તે છે વિરાટ કોહલી. શું તમે વિચારી શકો છો કે ગ્લેન મેક્સવેલ માટે વિરાટ કોહલીનો કોલ ગયો કે આવો અને RCB ની ટીમ સાથે જોડાઈ જાઓ અને મે વિશ્વાસ છે કે ફક્ત તેના લીધે તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધી ગયો.'


આ દેશમાં કોરોનાના રોજના 2 લાખથી વધુ કેસ પણ આમ છતાં PM એ Lockdown ની ના પાડી


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ બુધવારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં થઈ. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને વર્ષ 2021માં RCB ટીમમાં સામેલ કરાયો હતો. જેથી કરીને તેના જેવા વિસ્ફોટક બેટર હોવાથી ટીમને મજબૂતી મળે. ગ્લેન મેક્સવેલ આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. ગ્લેન મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સનો કેપ્ટન છે. મેક્સવેલે આ વખતે આઈપીએલ સિઝનમાં RCB માટે 15 મેચોમાં 144.10 ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 513 રન કર્યા હતા. 


Corona Update: દેશમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 58 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો લેટેસ્ટ અપડેટ


આખી ટીમની થશે તપાસ
ગ્લેન મેક્સવેલે સોમવારે રેનેગાડેસ વિરુદ્ધ પોતાની ટીમની મેચ બાદ તપાસ કરાવી હતી. ગ્લેન મેક્સવેલે પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. જેના પરિણામની રાહ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે બીબીએલ (BBL) માં કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. રેનેગાડેસ ટીમમાં પણ એક કેસ નોંધાયો છે અને તે પાંચમી ક્લબ છે જેમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ અગાઉ કોરોનાના કેસના કારણે બ્રિસબેન હીટ્સે મંગળવારના રોજ સિડની સિક્સર્સ વિરુદ્ધ મેચ રમી નહતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube