WTC ફાઇનલની હારને નજરઅંદાજ નહીં કરે કોહલી! આ ખેલાડીઓનું પત્તું કપાવવાનું નક્કી
ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની World Test Championship ની ફાઇનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા થવા લાગ્યા છે
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની World Test Championship ની ફાઇનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. એવી માંગ પણ કરવામાં આવી છે કે હવે ટીમના કેટલાક ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવો જોઇએ.
કેટલાક ખેલાડીઓ પર લટકતી તલવાર
WTC ની ફાઇનલમાં ટીમ મેનેજમેન્ટે જે ટીમ પસંદગી કરવામાં ભૂલો કરી હતી, હવે તેઓ કદાચ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પુનરાવર્તન કરવાનું ટાળશે. ઇંગ્લેંડમાં જે પ્રકારનું વાતાવરણ છે. તેના હિસાબથી હવે ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે સંભવત ફિટ નથી બેસતા. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, શુબમન ગિલ એવા ખેલાડીઓ છે જે આગામી શ્રેણીમાં ટીમમાં જોવા મળે નહીં. તેમાં કોઈ શંકા નથી કે આ બધા ખેલાડીઓ ઉત્તમ છે, પરંતુ ઇંગ્લેંડના મતે તેઓ ટીમમાં ફિટ નથી.
આ પણ વાંચો:- પૂર્વ દિગ્ગજ માર્ટિન ક્રોનું અધુરૂ સપનું હવે Kane Williamson એ કર્યું પૂરુ
WTC ની ફાઇનલમાં થઈ હતી ભૂલ
તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે WTC ની ફાઇનલમાં ટીમમાં બે સ્પિનરોને રાખવાની સૌથી મોટી ભૂલ હતી. ઇંગ્લેન્ડમાં ફાસ્ટ બોલરોને વધુ મદદ મળે છે અને ટીમમાં જાડેજાની જગ્યાએ કોઇ ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું હોત. બીજી બાજુ, જસપ્રીત બુમરાહ જેટલો શાનદાર સફેદ બોલ ક્રિકેટમાં છે એટલો કદાચ લાલ બોલમાં સારો નથી. તેથી મોહમ્મદ સિરાજને તેનું સ્થાન મળી શકે. બીજી બાજુ, જો આપણે પૂજારા અને ગિલની વાત કરીએ, તો આ ખેલાડીઓ પણ લાંબા સમયથી ફ્લોપ સાબિત થયા છે અને મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ તેમનું સ્થાન લેવા તૈયાર છે.
આ પણ વાંચો:- WTC ફાઇનલમાં કારમા પરાજય બાદ કોચ શાસ્ત્રીનું પ્રથમ નિવેદન આવ્યું સામે, ન્યૂઝીલેન્ડ માટે કહી આ વાત
આ ખેલાડીઓને મેળી શકે છે સ્થાન
રવીન્દ્ર જાડેજાની જગ્યાએ, આગામી સમયમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને સ્થાન આપવામાં આવી શકે છે. શાર્દુલ બોલને સ્વીંગ કરવામાં તદ્દન સફળ છે અને તે ઇંગ્લેન્ડમાં અસરકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, બુમરાહની જગ્યા સિરાજ લેવા માટે તૈયાર છે જેણે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર શાનદાર બોલિંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube