IND vs AFG: વિરાટ અને યશસ્વીની થશે વાપસી, ગિલ જશે બહાર, આવી હોઈ શકે છે બીજી ટી20માં ભારતની પ્લેઈંગ ઈલેવન
India vs Afghanistan: ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈન્દોરમાં ટી20 સિરીઝનો બીજો મુકાબલો રવિવારે રમશે. આ મેચમાં વિરાટ કોહલીની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી છે. આ સાથે શુભમન ગિલ ખરાબ ફોર્ને કારણે બહાર થઈ શકે છે.
ઈન્દોરઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ સિરીઝમાં જીતને હજુ પણ ક્રિકેટની મોટી સિદ્ધિમાં ગણવામાં આવશે નહીં. પરંતુ ભારતના કેટલાક ખેલાડી બીજી ટી20 મેચમાં તેને હાસિલ કરવા માટે આતૂર હશે, જેથી તે ટીમમાં પોતાની જગ્યા પાકી કરવા માટે દાવો મજબૂત કરી શકે. તેવામાં જીતેશ શર્મા, વોશિંગટન સુંદર અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ માટે તે ફરજીયાત થઈ ગયું છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરી પસંદગીકારોની નજરમાં રહે, જેનું લક્ષ્ય ટી20 વિશ્વકપ માટે ટીમની પસંદગી કરવાનું છે.
ભારતીય ટીમે જૂનમાં રમાનાર વિશ્વકપ પહેલા કોઈ અન્ય ટી20 સિરીઝ રમવાની નથી અને તેવામાં અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનનું ખુબ મહત્વ છે. જીતેશે ઈશાન કિશનને પાછળ છોડી વિકેટકીપર બેટરની રેસમાં ખુદને આગળ કરી લીધો છે. તેણે નિચલા ક્રમમાં કેટલીક મહત્વની ઈનિંગ રમી છે અને તે પોતાનો દાવો પાક્કો કરવા માટે મોટી ઈનિંગ રમવાનો પ્રયાસ કરશે.
તિલક વર્માનો મામલો પણ તેવો છે. તેણે પાછલા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝમાં 39, 51 અને અણનમ 49 રન બનાવી શાનદાર શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તે પોતાની આગામી 13 ઈનિંગમાં માત્ર 1 અડધી સદી ફટકારી શક્યો. આ 21 વર્ષીય બેટરે પોતાની ક્ષમતાનો પરિચય આપવા મોટી ઈનિંગ રમવાની જરૂર છે. ઈજાગ્રસ્ત થયા બાદ વનડે વિશ્વકપમાંથી બહાર થયેલ અક્ષર હવે સીમિત ઓવર જ નહીં પરંતુ ટેસ્ટ મેચ રમવા પણ તૈયાર છે. તેણે અફઘાનિસ્તાન સામે મોહાલીમાં પ્રથમ ટી20 મેચમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તે આગામી મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે.
આ પણ વાંચોઃ Video: ઝીરો પર રનઆઉટ કરાવતા ગિલ પર બગડ્યો રોહિત, ક્યારેય ના બન્યુ હોય એવું બન્યુ
આ મુકાબલામાં પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની વાપસી થશે. તેવામાં તિલક વર્મા બહાર થઈ શકે છે. આ સિવાય યશસ્વી જાયસવાલ ફિટ થશે તો તે પણ રોહિતની સાથે ઓપનિંગ કરશે. તેવામાં શુભમન ગિલ બહાર થઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવનઃ રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, રિંકુ સિંહ, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube