India vs Bangladesh: ટી20 વર્લ્ડ કપ 2022માં 2 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 5 રનથી જીતી ગઈ પરંતુ આ મેચ બાદથી જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણથી ઊભો થયો વિવાદ
બાંગ્લાદેશની ટીમે 5 રનથી મળેલી હાર બાદ વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ મુજબ એમ્પાયરે વિરાટની ફેક ફિલ્ડિંગને નજરઅંદાજ કરી. અત્રે જણાવવાનું કે ફેક ફિલ્ડિંગ પર પેનલ્ટી તરીકે પાંચ રન વધારાના મળે છે. બાંગ્લાદેશના વિકેટકિપર બેટર નુરુલ હસને આ વિવાદની શરૂઆત કરી હતી. જે હવે અટકવાનું નામ લેતો નથી. 


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહી આ વાત
ફેક ફિલ્ડિંગના વિવાદમાં ખેલાડીઓ બાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ કૂદી પડ્યું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ બીસીબીએ ગુરુવારે 3 નવેમ્બરે કહ્યું કે એમ્પાયરોએ તેમની ટીમની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં અને હવે તેઓ આ મુદ્દાને આગળ ઉઠાવશે. બાંગ્લા બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ પ્રમુખ જલાલ યુનુસે ઢાકામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે કેપ્ટને એમ્પાયરોનું ધ્યાન તેના તરફ દોર્યું હતું પરંતુ તેમની એક ન સાંભળી. શાકિબે આ અંગે ઈરાસસ્મસ (એમ્પાયર મરાય ઈરાસ્મસ) સાથે પણ વાત કરી અને મેચ બાદ પણ તેના પર ચર્ચા કરી હતી. આ મુદ્દો અમારા મગજમાં છે જેથી કરીને અમે તેને યોગ્ય મંચ (ICC) પર ઉઠાવી શકીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube