નવી દિલ્હી : હાલમાં જાહેર થયેલા ICC ટેસ્ટ-રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક ક્રમાંકની બઢતી સાથે પાંચમા ક્રમાંક પર પહોંચી ગયો છે. વિરાટે મંગળવારે પૂરી થયેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે લાજવાબ સેન્ચુરીના પરાક્રમ વડે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પાસેથી પાંચમો ક્રમાંક છીનવી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નર હવે વિરાટના 817 રેટિંગ સામે 807 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર ધકેલાઈ ગયો છે. જોકે ટેસ્ટમાં ભારતના બેસ્ટ બેટ્સમેન તરીકેનું સ્થાન ચેતેશ્વર પુજારાએ જાળવી રાખ્યું છે. પુજારા રેન્કિંગમાં વિરાટની ઉપર ચોથા ક્રમાંક પર છે. ટેસ્ટ-રેન્કિંગમાં અન્ય ભારતીયોમાં લોકેશ રાહુલે આઠમો ક્રમાંક જાળવી રાખ્યો છે જ્યારે અજિંક્ય રહાણે કલકત્તા ટેસ્ટની નિષ્ફળતાને લીધે ચાર સ્થાનની પડતી સાથે 14મા ક્રમાંક પર ધકેલાઈ ગયો છે. 


બોલરોમાં કલકત્તા ટેસ્ટનો હીરો ભુવનેશ્વર કુમાર 8 ક્રમાંકની છલાંગ સાથે કરીઅરના સર્વશ્રેષ્ઠ 29મા ક્રમાંક પર પહોંચી ગયો છે. મોહમ્મદ શમીએ એક સ્થાનના સુધારા સાથે અઢારમો ક્રમાંક મેળવ્યો હતો.