મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ સંજય બાંગરે ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ભરપુર પ્રસંશા કરી છે. તેમણે કહ્યું છે કે સારા પ્રદર્શનની ચાહતમાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની રમતનું સ્તર એટલું વધારી લીધું છે કે તેમને અનેકવાર સાથી ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન પણ ખાસ નથી લાગતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ સંજય બાંગરનું માનવું છે કે સતત સારા પ્રદર્શનની ચાહતમાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની રમતનું સ્તર એટલું વધારી લીધું છે કે ઘણીવાર તેમને સાથી ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન ખાસ નથી લાગતું. કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી વન ડેમાં એક શતક મારીને 95 બોલમાં 123 રન બનાવી લીધા પણ ભારતીય ટીમ 32 રનથી હારી ગઈ છે. 


સાનિયા મિર્ઝાની ડિવોર્સી બહેનનો પ્રેમી છે સુપરસ્ટાર ક્રિકેટરનો દીકરો 


કોહલી આ સિરીઝમાં બે શતક અને એકવાર 40થી વધારેનો સ્કોર બનાવી ચૂક્યો છે. સંજય બાંગરે કહ્યું છે કે એવું નથી કે અમે માત્ર એક ખેલાડી પર જ નિર્ભર છીએ. વિરાટ કોહલી વિશે સંજય બાંગરે કહ્યું છે કે વિરાટ પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કરવાનો પ્રયાસ કરતો રહે છે અને તે નિયમિત રીતે આમ કરે છે. આ કારણે જ તેની રમત સતત સારી થઈ રહી છે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...