નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના રેકોર્ડ રન મશીન મનાતા વિરાટ કોહલી રમતના મેદાન પર જ નહીં બહાર પણ નવા-નવા રેકોર્ડ્સ પોતાના નામે કરી રહ્યો છે. વિરાટે રેકોર્ડની નવી સિદ્ધિ ઇન્સ્ટાગ્રામ પર હાંસિલ કરી છે. હવે આ સોશિયલ મીડિયા વેબસાઇટ પર વિરાટના ફોલોઅર્સનો આંકડો 50 મિલિયન (5 કરોડ) થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર આ આંકડા પર પહોંચનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય હસ્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કેપ્ટનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી આ ફોટો-શેયરિંગ વેબસાઇટ પર કુલ 930 પોસ્ટ કરી છે અને તે ખુદ 480 લોકોને ફોલો કરે છે. 


ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર વિરાટ માત્ર ફેન્સ અને રમતના મામલામાં ટોપ પર નથી પરંતુ બજાર પ્રમાણે બ્રાન્ડ વેલ્યૂના મામલામાં પણ તે ટોપમાં સામેલ છે. તે ભારતના સર્વાધિક લોકપ્રિય સેલિબ્રિટી ચહેરો છે. 


વિરાટથી દૂર થઈ અનુષ્કા તો શેર કર્યો ભાવુક મેસેજ, બોલી- ક્યારેય સરળ નથી હોતું


એક વૈશ્વિક સંસ્થા ડફ એન્ડ ફેલ્પ્સના એક અભ્યાસ અનુસાર, 'વિરાટ કોહલી છેલ્લા ત્રણ વર્ષથી બ્રાન્ડ વેલ્યૂના આધાર પર ભારતીય બજારમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે. વર્ષ 2019માં તેણે બ્રાન્ડ્સના પ્રમોશનથી 237.5 મિલિયન ડોલર (આશરે 17 અબજ રૂપિયા) કમાયા હતા.'


ઇન્સ્ટાગ્રામ પર વિરાટ બાદ બીજી સૌથી ચર્ચિત ભારતીય વ્યક્તિની વાત કરીએ તો અહીં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા છે, જેના 49.9 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારબાદ દીપિકા પાદુકોણનું નામ આવે છે, જે 44.1 મિલિયન ફોલોઅર્સની સાથે ત્રીજા સ્થાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ફોટો શેયરિંગ વેબસાઇટ પર 34.5 મિલિયન ફોલોઅર્સ છે. 


વિશ્વમાં સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વાળી પ્રોફાઇલની વાત કરીએ તો અહીં ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે, જેના 200 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર