વિરાટથી દૂર થઈ અનુષ્કા તો શેર કર્યો ભાવુક મેસેજ, બોલી- ક્યારેય સરળ નથી હોતું


અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને વિરાટે સેલ્ફી મોડમાં ક્લિક કરી છે, જેમાં વિરાટનું ધ્યાન ક્લિક પર છે અને તેનાથી થોડે દૂર બેઠેલી અનુષ્કા સ્માઇલ આપતા આ પોઝ આપ્યો છે. 

 વિરાટથી દૂર થઈ અનુષ્કા તો શેર કર્યો ભાવુક મેસેજ, બોલી- ક્યારેય સરળ નથી હોતું

નવી દિલ્હીઃ વિરાટ કોહલીના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડ ગયેલી ટીમ ઈન્ડિયા હવે ટેસ્ટ સિરીઝ માટે પોતાની કમર કસી રહી છે. આ ટૂર પર ભારતીય ટીમના કેપ્ટનની સાથે તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હાજર હતી, જે હવે ભારત પરત ફરી ચુકી છે. વિરાટથી દૂર થતાં અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની સાથે પોતાની એક સેલ્ફી શેર કરતા ભાવુક મેસેજ શેર કર્યો છે. 

અનુષ્કા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને વિરાટે સેલ્ફી મોડમાં ક્લિક કરી છે, જેમાં વિરાટનું ધ્યાન ક્લિક પર છે અને તેનાથી થોડે દૂર બેઠેલી અનુષ્કા સ્માઇલ આપતા આ પોઝ આપ્યો છે. 

આ તસવીરને શેર કરતા અનુષ્કાએ લખ્યું, 'તમે વિચારતા હશો કે સમયની સાથે-સાથે ગુડ બાય કહેવાનું સરળ હોય છે. પરંતુ તેમ ક્યારેય નથી થતું.'

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ પહેલાથી નક્કી અસાઇનમેન્ટને કારણે મુંબઈ પરત ફરવું પડ્યું છે. ખબરો પ્રમાણે અનુષ્કા મુંબઈમાં મંગળવારથી શરૂ થઈ રહેલા ફેમિના બ્યૂટી એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર હાજરી આપશે. આ સિલસિલામાં તેણે ન્યૂઝીલેન્ડથી પરત ફરવું પડ્યું છે. 

આ વચ્ચે 21 ફેબ્રુઆરીથી વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા કીવી ટીમ વિરુદ્ધ 2ટેસ્ટની સિરીઝનો પ્રારંભ કરશે. આ પ્રવાસ પર ભારતીય ટીમે ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી સફાયો કર્યો હતો. ત્યારબાદ યજમાન ટીમે વનડે સિરીઝમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news