નવી દિલ્હીઃ ક્રિકેટ એક એવી રમત છે જેના દુનિયાભરમાં પ્રશંસકો છે. ફૂટબોલ પછી દુનિયામાં સૌથી વધુ ક્રિકેટ જોવામાં આવે છે. તેમાં પણ ક્રિકેટના કેટલાક ખેલાડીઓ તો એટલા લોકપ્રિય બની ગયા છે કે તેમના પ્રશંસકો તેમના વિશે નવું નવું જાણવા માટે ઈન્ટરનેટ પર સતત સર્ચ કરતા રહે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ભારતીય ટીમનો કેપ્ટન દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ થયેલો વ્યક્તિ છે અને ભારતીય ટીમ પણ દુનિયામાં સૌથી વધુ સર્ચ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે તે વાતનો આ પુરાવો છે. ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મ સેમરશ(SEMrush)ના એક રિપોર્ટ અુસાર વૈશ્વિક સ્તરે સૌથી વધુ સર્ચ કરવામાં આવતા ખેલાડીઓમાં પ્રથમ ત્રણ સ્થાન પર સતત બીજા વર્ષે ભારતના ત્રણ ખેલાડીઓનો જલવો રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ સર્ચ 2018ની સરખામણીએ 2019માં દોઢ ગણી વધી ગઈ છે. 


Deodhar Trophy : શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ


વિરાટ કોહલી છે નંબર-1
સૌથી વધુ સર્ચ કરવામાં આવતા ખેલાડીઓમાં વિરાટ કોહલી નંબર-1 સ્થાને છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા નંબરે અને રોહિત શર્મા ત્રીજા નંબરે છે. સર્ચ કરવામાં આવેલા પરિણામો અનુસાર 2019માં જાન્યુઆરીથી માંડીને સપ્ટેમ્બર સુધી કોહલી એક મહિનામાં સરેરાશ 20 લાખ વખત સર્ચ કરાયો છે. ધોની અને રોહિત એક મહિનામાં સરેરાશ 10 લાખ વખત સર્ચ કરાયા છે. 


ICC T20 World Cup 2020: શિડ્યુલ જાહેર, જાણો ભારતની મેચ ક્યાં અને ક્યારે?


ટીમ સર્ચમાં ટીમ ઈન્ડિયા નંબર-1
સૌથી વધુ સર્ચ થવામાં ભારતીય ખેલાડીઓએ તો બાજી મારી જ છે, પરંતુ ટીમ ઈન્ડિયા પણ ટીમ 2019માં સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. 2018માં ઈંગ્લેન્ડ સૌથી વધુ વખત સર્ચ થયેલી ટીમ છે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ બંને વર્ષમાં ત્રીજા નંબરે રહી છે. 


ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હબાંગ્લાદેશ સામેની વર્તમાન ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ નથી. તેને સળંગ 10 મહિના સુધી રમ્યા પછી આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની જુલાઈ પછી ટીમ માટે રમ્યો નથી. 


જુઓ LIVE TV....


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....