Asia Cup 2022: ભારતીય ટીમ જાહેર, કોહલી-રાહુલની વાપસી, આ ખેલાડી થયો બહાર
indian cricket team: ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપની ટીમ જાહેર કરી દીધી છે. સૌથી ચોંકાવનારી વાત છે કે શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને ટીમમાં તક મળી નથી.
નવી દિલ્હીઃ એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ 27 ઓગસ્ટે શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલી ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. તો જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટીમમાં નથી. ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
સ્ટેન્ડ બાય પ્લેયરઃ અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, દીપક ચાહર.
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61 મેડલ
શ્રેયસ અય્યર, સંજૂ સેમસન બહાર
ટીમમાં સૌથી ચોંકાવનારી વાત છે કે શ્રેયસ અય્યરને તક આપવામાં આવી નથી. જ્યારે બીજા વિકેટકીપર તરીકે ટીમમાં દિનેશ કાર્તિક સામેલ છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પણ તક મળી છે. સંજૂ સેમસનને પણ નજરઅંદાજ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube