દુબઈઃ Virat Kohli ICC Player of the Month: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ માટે એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ વખતે આ એવોર્ડ ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. કોહલીને આ એવોર્ડ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન અને ટી20 વિશ્વકપમાં સારા પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિકંદર રઝા અને ડેવિડ મિલરને પાછળ છોડ્યા
વિરાટ કોહલીએ આ એવોર્ડ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના બેટર ડેવિડ મિલરને પછાડીને હાસિલ કર્યો છે. કોહલીએ પ્રથમવાર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. તેણે ઓક્ટોબર મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તો કોહલીએ આ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે, મારા માટે આ ખુબ સન્માનની વાત છે કે મને એવોર્ડ આપવામાં આવ્યો. 


આ પણ વાંચોઃ T20 WC 2022: ભારત માટે 2011 તો પાક માટે 1992, આ વખતે વિશ્વકપમાં કોનો સંયોગ પડશે ભારે


ઓક્ટોબર મહિનામાં કોહલીનું શાનદાર પ્રદર્શન
આઈસીસીના પ્લેયર ઓફ ધ મંથનો પ્રથમવાર એવોર્ડ જીતનાર વિરાટ કોહલીએ પાછલા મહિને શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે 82 રન ફટકારી જીત અપાવી હતી. કોહલીએ સંકટના સમયમાં આ દમદાર ઈનિંગ રમી હતી. ખુદ વિરાટે આ ઈનિંગને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ગણાવી હતી. આ ઈનિંગ સિવાય વિરાટે નેધરલેન્ડ વિરુદ્ધ મુકાબલામાં પણ 62 રનની ઈનિંગ રમી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube